ગુજરાત ની 23 જિલ્લાઓ ની ટીમો વચ્ચે તારીખ 06.7.2025 થી શરૂ થયેલી 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025 નો ફાઇનલ મૂકાબલો ગઇકાલે અમદાવાદ અને આણંદ વચ્ચે થયો હતો જેમાં અમદાવાદ ચેમ્પિયન બન્યું હતું જ્યારે આણંદ રનર્સ અપ રહ્યું હતું..
અમદાવાદે આ મુકાબલો આરવ ખંડેલવાલ, યુગ જવેરી, અક્ષર પટેલ અને ઓમ શાહ ના 1-1 ગોલ ની મદદ થી આણંદ ને 4-0 થી મહાત આપી આ ટુર્નામેન્ટ ની ચેમ્પિયનશીપ મેળવી હતી
આ ટુર્નામેન્ટ દરમિયાન રાજ્ય ના સિલેક્ટરો દ્વારા ગુજરાત ની નેશનલ રમવા જવા માટેની ટીમ ના કેમ્પ માટેના 30 પ્લેયર્સ અને 5 સ્ટેન્ડ બાય પ્લેયર્સ નું સિલેકસન પણ કર્યુ હતુ. આ કેમ્પ 17.7.2025 થી ભાવનગર ખાતે શરૂ થશે.