મારું શહેર

60 ફૂટના રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાના દહન, “ધર્મનો વિજય” નાટક દ્વારા ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે દશેરા મહોત્સવની થયેલ ભવ્ય ઉજવણી


વિજયાદશમી મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા તા. 20 ઓક્ટોબર, 2026ના આયોજિત દશેરા મહોત્સવમાં ભાવિકભક્તોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. ભગવાન શ્રી રામ દ્વારા રાક્ષસી રાવણ પર મેળવેલ વિજયની યાદગીરીરૂપે વિજયાદશમી મહોત્સવ ઉજવવામાં આવે છે.
ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજના પ્રેસિડન્ટ સ્વામી શ્રી જગનમોહન કૃષ્ણ દાસે “દશેરા મહોત્સવ – સંસ્કૃતિ થકી આધ્યાત્મિકતા તરફ ફરીથી પ્રયાણ” વિશે સમજાવતા જણાવ્યું હતું કે દશેરા ઉત્સવ લોકોને ધાર્મિક અને સંસ્કૃતિનું ઊંડી ઝાંખી કરાવે છે. અનન્ય સંસ્કૃતિ અને ચૈતન્યરૂપી ભગવાનની આધ્યાત્મિકતાને ભેળવીને એકરૂપ કરવાના આ અવસરનો લાભ લઈને હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દશેરા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. સર્વ શક્તિમાન શ્રી શ્રી રાધામાધવને ભવ્ય હનુમાન વાહન પર વિરાજમાન કરી રથમાં મંદિરની પરિસરમાં જાજરમાન સવારીમાં વિહાર કરાવવામાં આવ્યું તથા ભક્તો ભગવાન શ્રી રામના ગુણોનું રટણ કરતા સંકીર્તન ગાઈ જોડાયા હતા. ભગવાન શ્રી રામ અને સીતાદેવીની દિવ્ય લીલાઓનું ગુણગાન સાથે વિશેષ “રામ લીલા” નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્સવમાં વિશેષ આકર્ષણના ભાગરૂપે 60 ફૂટ જેટલા ઊંચા બનાવેલ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવ્યું જે સત્યની અસત્ય પરની વિજયના પ્રતીકનું નિર્દેશ કરે છે, જે ઉપસ્થિત દર્શકો અને ભક્તોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. ભારે જનમેદની વચ્ચે રાવણના પૂતળાનું દહન થતાં તેમજ ફટાકડાના શોર અને શાનદાર આતશબાજીથી ચોમેર ભારે હર્ષ અને ઉલ્લાસની લાગણી ફેલાઈ ગઈ હતી. ઉત્સવના અંત ભાગમાં ખાસરીતે બનાવેલ રામદરબારમાં ભગવાન શ્રી શ્રી રામચંદ્રજીની ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી.
ઇસ્કોન હરે કૃષ્ણ મંદિરમાં ઉજવાઈ રહેલો દશેરા મહોત્સવ એ લોકો માટે આવનારા સમય માટે એક નવો દ્વાર ખોલ્યો છે, જે તેમને તહેવાર દરમિયાન આકર્ષશે અને ભક્તિમય પ્રવાહનો સંપૂર્ણપણે આત્મીયતાનો અનુભવ કરાવશે.

Related posts

પિકેડેમી દ્વારા વિદ્યાર્થીઓમાટે AI-સંચાલિત ગ્લોબલ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનું અનાવરણ

વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા નિમિત્તે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પંચાહ્નિકા તપોત્સવ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ ખાતે વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવશે.. 

GUJARAT NEWS DESK TEAM

લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટોપ ખાતે પાણીની પરબ

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સન્માન કાર્યક્રમ યોજાયો

Leave a Comment