બિઝનેસ

અદાણી સંચાલિત મુંબઇ આં.રા.એરપોર્ટના ટર્મિનલ 1B ના ઉત્તરી.ભાગના આંશિક પુનર્વિકાસનું કામ શરુ કરાશે

અદાણી દ્વારા સંચાલિત મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલના ઉત્તરીય ભાગના 1B ની દિન પ્રતિદિન જર્જરીત થઇ રહેલી ૬0 વર્ષ જૂની ઈમારત આવનારા દિવસોમાં સુરક્ષાના પ્રશ્નો પેદા કરે તે અગાઉ તેના પુન:ર્નિમાણનું કામ સંચાલકો દ્વારા તબક્કાવાર શરૂ કરવા  નિર્ણય લેવાયો છે.

મુંબઈ એરપોર્ટ ઉપર વાર્ષિક અંદાજે ૫૫ મિલિયન મુસાફરોની અવરજવરનાઆશરે ૫ મિલિયન મુસાફરો સંલગ્ન  કામકાજને કામચલાઉ ધોરણે અન્યત્ર ખસેડવામાં આવનાર છે. સુરક્ષાની રીતે આ સંવેદનશીલ કામગીરીમાં  સાતત્ય રહે અને મુસાફરોને અસુવિધા ઓછી થાય તે ધ્યાનમાં લઇ અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સે એરલાઇન્સ તેની ઇચ્છામુજબ પોતાનું કામકાજ કામચલાઉ ધોરણે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેખસેડવા વિકલ્પ આપી એરલાઇન્સને શક્ય તમામ સહયોગ આપશે. સેવાઓના સરળ અને સુચારુ સ્થળાંતરને લગતી જરૂરી સહાય કરશે.

કંપ્નીના મુખ્ય અધિકારી શ્રી અરુણ બંસલે જણાવ્યું હતું કે, “આ એરપોર્ટની ૬૦ વર્ષ જૂની ઇમારતના ઢાંચાનું કામ નબળું પડી રહ્યું છે. લાખો પ્રવાસીઓના જાનમાલની સુરક્ષાને ધ્યાને રાખી તેનું તાત્કાલિક સમારકામની જરૂર છે. તેમણે કહ્યું કેમુંબઈ એરપોર્ટના મરામતની કામગીરીની ૯૧% મુસાફરોની અવરજવરને  કોઈ અસર થશે નહીં. કામગીરીમાં અવરોધ ઘટાડવાપહેલા તબક્કામાં માત્ર ટર્મિનલ 1B ના ઉત્તરીય વિભાગને જ તોડવામાં આવશે. ટર્મિનલ 1 ના પુનર્વિકાસની કામગીરી જાન્યુઆરી ૨૦૨૭ થી શરૂ થશે. આ કામ પુરુ થયા બાદ તેની ક્ષમતામાં 33% નો વધારો

આ ભાગ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ ૧ની ક્ષમતાના આશરે ત્રીજા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે તેની જાણકારી આપતા તેમણે સ્પ્ષ્ટ કહ્યું હતું કે નવી મુંબઈ એરપોર્ટ પર સ્થળાંતર તે મુંબઈ એરપોર્ટના ટ્રાફિકનું કાયમી સ્થળાંતર  નથી.”

સુરક્ષાની દ્રષ્ટિએ ટર્મિનલ 1 લાંબા સમયથી ચિંતાનો વિષય રહ્યું છે; મુસાફરો અને એરલાઇન્સ માટે કોઈ વ્યવહારુ વિકલ્પના અભાવે  વર્ષોથી માત્ર કામચલાઉ ઉપાયો કરવામાં આવતા હતા.ગત  એપ્રિલમાં આ ટર્મિનલ 1 પર આગની ઘટના બાદઆ ટર્મિનલ ચાલુ રાખવા સાથે સંકળાયેલા જોખમો વધુ સ્પષ્ટ બહાર આવ્યા હતા.

 

Related posts

વાઘ બકરી ટી ગ્રુપે તાજગીથી ભરપૂર સુપર-પ્રીમિયમ  નવી ‘વાઘ બકરી રોયલ’ ચા લોન્ચ કરી

GUJARAT NEWS DESK TEAM

ગોપાલ સ્નેક્સ કંપનીએ ત્રણ નવા પ્રોડક્ટ લોન્ચ કરીને પ્રોડક્ટ રેન્જનું વિસ્તરણ કર્યું

GUJARAT NEWS DESK TEAM

GCCI દ્વારા વાર્ષિક સાધારણ સભા (AGM) અને વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવા વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો.

નાણાવર્ષ-૨૭માં અંબુજાનું ત્રિમાસિક ધોરણે બિડ ટામેટ્રિકટન દીઠ ૨૭% વધી રૂ. ૯૩૧ કરોડ પ્રાપ્તથયો

GUJARAT NEWS DESK TEAM

અદાણી એનર્જી સોલ્યસન્સે મહારાષ્ટ્રમાં૪,૫૦૦મેગાવોટરિન્યુએબલઅને સ્ટોરેજપાવરઇવેકયુએશન માટેરુ.૪,૭૦૦કરોડનોટ્રાન્સમિશનપ્રકલ્પ મેળવ્યો

GUJARAT NEWS DESK TEAM

શ્રી કરણ અદાણીએ ગુજરાતના રાજકોટમાં  વાઇબ્રન્ટ ગુજરાત 2026માં આપેલ વક્તવ્ય

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment