મારું શહેર

અમદાવાદમાં નીટની તૈયારી કરતા વિદ્યાર્થીનો પરીક્ષાના ૩ દિવસ પહેલા જ આપઘાત

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં નીટ પરીક્ષાની તૈયારી કરી રહેલા ૧૭ વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે એરિસ્ટો આનંદમ ફલેટમાં રહેતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ ખાતે ખસેડ્યો હતો. નોંધનીય છે કે, ૩ દિવસ બાદ એટલે કે આગામી ૨૧મી જુલાઈના રોજ નીટની રી-ટેસ્ટ યોજાવાની છે, આ પહેલા જ વિદ્યાર્થીના આપઘાતના બનાવથી પરિજનો પણ શોકમાં ગરકાવ થઈ ગયા છે.
ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા એરિસ્ટો આનંદમ ફ્લેટમાં રહેતા દ્ગઈઈ્ના વિદ્યાર્થી રાત્રે અંદાજે અઢી વાગ્યાની આસપાસ આપઘાત કરી લીધો હતો. રાત્રિનો સમય હોવાથી ઘટનાની તાત્કાલિક કોઈને જાણ થઈ ન હતી. સવારે ફલેટના સિક્યુરિટી ગાર્ડની નજર વિદ્યાર્થી પર પડતાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. ગાર્ડે તરત જ રહેવાસીઓને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ગંભીર ઇજાઓના કારણે વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
બનાવની જાણ થતાં સાબરમતી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જાે મેળવી પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. સ્થળ પરથી મળેલા પુરાવા તેમજ પરિવારજનોના નિવેદનોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મૃતક વિદ્યાર્થી દ્ગઈઈ્ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. જાેકે તેણે આ અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પોલીસે આત્મહત્યાના કારણો જાણવા માટે વિદ્યાર્થીના મોબાઇલ ફોન, અભ્યાસ સંબંધિત વિગતો અને નજીકના લોકોના નિવેદનો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
સાબરમતી પોલીસ સ્ટેશનના પી.આઈ. યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ન્યૂ રાણીપ વિસ્તારમાં એક ૧૭ વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મૃતક દ્ગઈઈ્ પરીક્ષાની તૈયારી કરતો હતો. હાલ આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. હાલ સાબરમતી પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

નિરવ બક્ષી દ્વારા મનપાના બજેટમાં નશા મુક્ત કેન્દ્રો શરૂ કરવા રજૂઆત

GUJARAT NEWS DESK TEAM

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘સમરસ્તા સંકલ્પ સભા’ યોજાઈ

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, ₹27 કરોડથી વધુની આવક

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

શાહપુર યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નું સન્માન કરાયું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment