રાજનીતિ

કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે સાથે લાફાવાળી થઈ

સોશિયલ મીડિયા પર ઝડપથી ઊભરી આવેલા કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપક સાથે જયપુરમાં લાફાવાળી થઈ છે. અભિજીત દીપક આજે કોકરોચ જનતા પાર્ટી દ્વારા જયપુરના શહીદ સ્મારક પર આયોજિત ધરણા-પ્રદર્શનમાં પહોંચ્યા હતા, આ દરમ્યાન શહીદ સ્મારક પર પ્રવેશ કરતી વખતે અજાણ્યા યુવકે અભિજીતને લાફા ઝીંકી દીધા, જે બાદ સમર્થકોએ આ યુવકને પકડી લીધો, પોલીસે થપ્પડ મારનારા યુવકને કસ્ટડીમાં લીધો છે. આપને જણાવી દઈએ કે, અભિજીત દીપક નીટ પેપર લીક, શિક્ષણ વ્યવસ્થા, બેરોજગારી અને યુવાનો સાથે જાેડાયેલા અલગ અલગ મુદ્દાને લઈ પાર્ટી દ્વારા આયોજિત પ્રદર્શનમાં ભાગ લેવા જયપુર આવ્યા હતા. આ અગાઉ અહીં નારા પણ લાગ્યા હતા.
મોબાઈલ ચોરીની પણ ઘટનાઓ બની: આ કાર્યક્રમ સ્થળ પર ભારે ભીડ થતાં ચોરોએ તેનો ફાયદો ઉઠાવી પ્રદર્શનકારીઓના મોબાઈલ પણ ચોરી લીધા હતા. ત્યાર બાદ મંચ પરથી સતત એનાઉંસેન્ટ રી લોકોને પોતાના મોબાઈલ સુરક્ષિત રાખવાની ચેતવણી આપવામાં આવી હતી.
પ્રદર્શનમાં સામેલ યુવાનો પોતાના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ, સંવિધાનની કોપી અને ફુલ લઈને આવ્યા હતા. આ ઉપરાંત યુવાનોએ હાથમાં દેશ સે પ્યાર હૈ, ભ્રષ્ટાચાર અસ્વીકાર હૈ અને પેપર લીક બંધ કરો, જેવા નારાવાળા પોસ્ટર લઈને આવ્યા હતા.
પ્રદર્શન કરી રહેલા યુવાનોની શું છે માગ
ભરતી પરીક્ષામાં થઈ રહેલા પેપર લીક પર સંપૂર્ણપણે રોક લાગે
દેશની શિક્ષણ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો લાવો.
વધતી બેરોજગારી પર પગલા ઉઠાવવામાં આવે
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તરત રાજીનામું આપે

Related posts

કોંગ્રેસનું ૯ સપ્ટેમ્બરથી રાજકોટ ખાતેથી શિક્ષણ બચાવો અભિયાન

GUJARAT NEWS DESK TEAM

તિરંગા યાત્રામાં જોડાવા ભાજપ નું આમંત્રણ

GUJARAT NEWS DESK TEAM

મોરબીમાં આમ આદમી પાર્ટી ની ભાજપને ખૂલ્લી ચેલેન્જ

GUJARAT NEWS DESK TEAM

છેલ્લા નવ વર્ષમાં ભાજપના રાજમાં ગુજરાતમાં  ૭૨,૪૬૭થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા:ડો. મનિષ દોશી

GUJARAT NEWS DESK TEAM

બિહારમાંથી કોંગ્રેસની ‘મતદાર અધિકાર યાત્રા’

GUJARAT NEWS DESK TEAM

હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત હાથવેંતમાં?

Leave a Comment