બિઝનેસ

મુંબઈ એરપોર્ટ પર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને બ્લિન્કિટ દ્વારા ભારતની પ્રથમ ઇન-ટર્મિનલ ઝડપી વાણિજ્ય સેવાનો આરંભ

મુંબઈ એરપોર્ટ પર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને બ્લિન્કિટ દ્વારા

ભારતની પ્રથમ ઇન-ટર્મિનલ ઝડપી વાણિજ્ય સેવાનો આરંભ

હવાઇ મુસાફરીની ઝડપમાં ભૂલી જવાતા ચાર્જર, નાસ્તો કે પાણીની બોટલ જેવી મહત્વની ચીજોની સમસ્યાનો હવે વિકલ્પ પ્રવાસીઓને ઉપલબ્ધ થયો છે.

ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલકઅદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL)એઝડપી વાણિજ્યક સેવાઓ પૂરી પાડતીભારતની અગ્રણી કંપનીબ્લિંકિટના સહયોગમાંમુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) ખાતે ભારતની સર્વ પ્રથમ ઇન-ટર્મિનલ ઝડપી વાણિજ્ય સેવાનો આરંભ કર્યો છે. આ સેવા હવે ટર્મિનલ બે નાસ્થાનિક પ્રસ્થાનો પર ઉપલબ્ધ છે, જે એપ્લિકેશન-આધારિત એરપોર્ટમાં સીધી જ ડિલિવરી સુનિશ્ચિત કરે છે.

મુસાફરો બ્લિંકિટ એપ્લિકેશન દ્વારા આવશ્યક વસ્તુઓનો ઓર્ડર આપીને અને ટર્મિનલની અંદર તેમના સ્થાને ઓર્ડર મુજબની વસ્તુ પહોંચાડવાની સેવા આપે છે, જેમાં બોર્ડિંગ ગેટ, લાઉન્જ, ફૂડ કોર્ટ અને પસંદગીના સહયોગી આઉટલેટનો સમાવેશ થાય છે. તાલીમબધ્ધ ઓન-ગ્રાઉન્ડ કર્મચારીઓ દ્વારા ડિલિવરી કરવામાં આવે છે, પરિણામે મુસાફરીના સમયની આપાધાપીમાં ખલેલ પહોંચાડ્યા વિના સીમલેસ અને સુરક્ષિત અનુભૂતિ સુનિશ્ચિત કરે છે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડિજિટલ સેવાઓ એરપોર્ટ પર ઉપલબ્ધ સેવાઓના સુખદ અનુભવમાં વૃધ્ધિ કેવી રીતે કરી શકાય તેનીઅદાણી એરપોર્ટ્સ ફરીથી કલ્પના કરી રહ્યું છે. ટર્મિનલમાં એપ્લિકેશન-આધારિત સુવિધા ઉમેરવાના કારણેપ્રવાસીઓપોતાના સમયનો વધુ સદુપયોગ કરી શકે છે અને એકંદર સેવાના ધોરણમાં વધારો થાય છે. વધુ પ્રતિભાવશીલ અને મુસાફરો-કેન્દ્રિત એરપોર્ટ બનાવવાની દિશામાંઆ એક પગલું હોવાનું ઉમેર્યું હતું.

આ ઓફરમાં ટ્રાવેલ એસેસરીઝ, ઇલેક્ટ્રોનિક્સ, નાસ્તા, પુસ્તકો, બાળકની સંભાળ અને વ્યક્તિગત આવશ્યક ચીજવસ્તુઓ શામેલ છે. પેકેજ્ડ પાણી, ઠંડા પીણા અને જ્યુસ જેવા માન્ય પીણા એરપોર્ટની સુરક્ષાના પ્રોટોકોલ અનુસાર મંજૂર થયેલ ઇન-ટર્મિનલ ઇન્વેન્ટરીમાંથી મેળવવામાં આવે છે.

આ પહેલ બ્લિંકિટ માટેઝડપી વાણિજ્યને ઉંચી વારંવાર હેરફેર, ઉચ્ચ-ઉદ્દેશયુક્ત વાતાવરણને વિસ્તારી ઓનલાઈન સેવા અપનાવવા અને ગ્રાહકોના પ્રવેશને વધુ ઊંડાણથી આગળ વધારે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ ડિજિટલી સક્ષમ રિટેલ મારફત બિન-એરોનોટિકલ વૃદ્ધિને ખોલતી વખતે મુસાફરોની સુવિધામાં અવનવી ઉપયોગી સેવા ઉમેરવા માટેના વ્યૂહાત્મક દબાણને પ્રતિબિંબિત કરે છે.

ઉપરાંત આ સેવા એરપોર્ટ રિટેલમાં સુલભ અને પોષણક્ષમતાનું એક નવું સ્તર પણ લાવે છે, જે મુસાફરોના સમય અને સ્થાનની લાક્ષણિક મર્યાદાઓ વિના વધુ પસંદગીની મોકળાશ આપે છે.

ટર્મિનલ બેઉપર મુસાફરોના આવાગમનની ઉંચીસંખ્યાને લક્ષમાં રાખી કરવામાં આવી રહેલીઆ પહેલ મુસાફરોનીસફરમાં એક પરિચિત અંતરને ધ્યાને લઇ જરૂરિયાતના સમયે આવશ્યક વસ્તુઓની પહોંચને સક્ષમ બનાવે છે.

આ એરપોર્ટના પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવેલ આ સવલત કંપનીના ટેકનોલોજી-આધારિતઅનેમુસાફરો-કેન્દ્રિત એરપોર્ટ બનાવવા માટેના આયામો સાથે સુસંગત છે, જે સુવિધા, સુલભતા અને સીમલેસ ડિજિટલ અનુભવો મુસાફરીને આહલાદક બનાવે છે.

Related posts

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

GUJARAT NEWS DESK TEAM

અદાણી સંચાલિત મુંબઇ આં.રા.એરપોર્ટના ટર્મિનલ 1B ના ઉત્તરી.ભાગના આંશિક પુનર્વિકાસનું કામ શરુ કરાશે

GUJARAT NEWS DESK TEAM

અદાણી પાવરને ધીરૌલી ખાણમાં  કામ શરૂ કરવા મંજૂરી

GUJARAT NEWS DESK TEAM

ભારત-રશિયા ફાર્મા સંબંધોને મજબૂત કરવા રશિયાના ક્રાસ્નોદર પ્રદેશના ડેપ્યુટી ગવર્નર કેડિલા ફાર્માસ્યુટિકલ્સની મુલાકાતે 

GUJARAT NEWS DESK TEAM

શ્રી કરણ અદાણીએ ગુજરાતના રાજકોટમાં  વાઇબ્રન્ટ ગુજરાત 2026માં આપેલ વક્તવ્ય

GUJARAT NEWS DESK TEAM

અદાણી CNG ભાવમાં ફરી ૨ રૂપિયાનો વધારા

Leave a Comment