ગુજરાત

વાવાઝોડાથી જોડિયાના સંચાણા બંદરે  50થી 60 માછીમારી બોટને નુકસાન પહોંચતાં તારાજી 

વાવાઝોડાથી જોડિયાના સંચાણા બંદરે  50થી 60 માછીમારી બોટને નુકસાન પહોંચતાં તારાજી

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના સંચાણાના દરિયાકિનારે આવેલા વાવાઝોડાને કારણે માછીમારોની હાલત કફોડી બની છે. આ વાવાઝોડામાં અંદાજે 50 થી 60 જેટલી માછીમારી બોટોને ભારે નુકસાન થયું છે, જેના કારણે માછીમારોની આજીવિકા પર ગંભીર અસર પડી છે.

તાલુકા પંચાયતના માજી સભ્ય કસમ કકલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બપોરના 3:30 થી 4:00 વાગ્યાના અરસામાં આવેલા ભયાનક વાવાઝોડાને કારણે બોટોને મોટું નુકસાન થયું છે. કેટલીક બોટો તો સંપૂર્ણપણે તૂટી ગઈ છે અને બિનઉપયોગી બની ગઈ છે.

કકલે વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી ફિશરીઝ વિભાગના કોઈ પણ અધિકારીએ સ્થળ પર આવીને નુકસાનીનું નિરીક્ષણ કર્યું નથી. તેમણે સરકારને વિનંતી કરી છે કે અધિકારીઓ રૂબરૂ આવીને નુકસાનીનો સર્વે કરે.

માછીમારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમણે સરકાર પાસે યોગ્ય વળતર અને સહાયની માંગ કરી છે, જેથી આ ગરીબ માછીમારોને આર્થિક ટેકો મળી શકે અને તેઓ ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.

Related posts

રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ   ૧૪ હજારથી વધુ પક્ષીઓને ‘કરુણા અભિયાન’ થકી જીવતદાન અપાયું

GUJARAT NEWS DESK TEAM

સુરતમાં જ્વેલર્સને ત્યાં લંટારૂ ત્રાટક્યા..ફાયરિંગમાં જ્વેલર્સના માલિકનું મોત

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં ડિફેન્સ ક્ષેત્રનો સેમિનાર યોજાયો

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરી

વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ ૨૪ કલાકમાં કર્યો આપઘાત

ભરૂચની જામા મસ્જિદ વિવાદમાં સંત સમાજે કાઢી રેલી

Leave a Comment