બિઝનેસ

અદાણી પોર્ટસના કોલંબો ટર્મિનલે કાર્યારંભના પહેલા જ વર્ષે દસ લાખ કન્ટેનર હેન્ડલ કર્યા

અદાણી પોર્ટસના કોલંબો ટર્મિનલે કાર્યારંભના પહેલા જ વર્ષે દસ લાખ કન્ટેનર હેન્ડલ કર્યા

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) સંચાલિતશ્રીલંકાના કોલંબો બંદરે તેના કાર્યારંભના પ્રથમ વર્ષમાં દસ લાખ કન્ટેનર હેન્ડલ કરવા સાથેતેના વિસ્તરતા વૈશ્વિક પદચિહ્નને રેખાંકિત કરી છે. આમ હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR)ના વૈશ્વિક વેપાર પ્રવાહમાં વધતા મહત્વ અને બ્લ્યુ ઇકોનોમીમાં તેની ઉભરતી ભૂમિકા બંનેને ઉજાગર કરી છે.

શ્રીલંકામાં કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT)ના નિર્માણની એપ્રિલ૨૦૨૫માંશરુઆતકર્યાના પ્રથમ વર્ષમાં એક મિલિયન TEUs (વીસ-ફૂટ સમકક્ષ એકમો)ના આંકને વટાવ્યો છે. કોલંબો બંદર પર નોંધાયેલ આ સિદ્ધિ સૌથી ઝડપી રેમ્પ-અપ સાથે ટર્મિનલના ઉદ્ઘાટન વર્ષમાં આટલા વિરાટ મુકામે પહોંચવા માટે વૈશ્વિક સુવિધાઓના પસંદગીના જૂથમાં તેનું સ્થાન મજબૂત કરે છે.

ભારતના લગભગ ૪૫ટકા કન્ટેનર કાર્ગોનું સંચાલન કરતાકોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.વચ્ચેની ભાગીદારી છે, તાજેતરના વર્ષોમાં શ્રીલંકાના સૌથી ગણમાન્ય જૂથોમાંના એકજોન કીલ્સ હોલ્ડિંગ્સ PLC અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી લગભગ $૮00 મિલિયનના રોકાણ સાથેશ્રીલંકામાં સૌથી મહત્વપૂર્ણ બંદરિયમાળખું ઉપલબ્ધ કરાવે છે.

કોલંબો દ્વારા એશિયા, મધ્ય પૂર્વ અને યુરોપમાં કાર્ગોના પ્રવાહને સાંકળતા મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવવાની પૃષ્ઠભૂમિમાં આ સીમાચિહ્નરૂપ કદમ છે. દુનિયાના મુખ્ય પૂર્વ-પશ્ચિમ શિપિંગ રૂટની નજીક આવેલુંહોવાથી લાંબા સમયથી તે મુખ્ય લાઇનના જહાજો અને ફીડર નેટવર્ક્સ માટે પસંદગીનો મુકામ બની રહ્યું છે.

સામાન્ય રીતે કન્ટેનર ટર્મિનલ્સની કામગીરી સ્થિર અને થ્રુપુટ બનાવવામાં ઘણા વર્ષો લાગે છે. કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલનાશિપિંગ લાઇનો સાથે પ્રારંભિક મજબૂત સંકલન, કાર્યક્ષમ બર્થ ઉત્પાદકતા અને સ્થાપિત ટ્રાન્સશિપમેન્ટ ઇકોસિસ્ટમમાં સંચાલનના ફાયદાને દર્શાવે છે. ઘણા મોટા પાયે કાર્ય કરતા મહા બંદરો છે, પરંતુ તેમના વિસ્તરણમાંતબક્કાવાર ઐતિહાસિક રીતે વધારો થયો છે. તદુપરાંત યુરોપ અને પૂર્વ એશિયામાં નવા સ્વચાલિત ટર્મિનલ્સને પણ તુલનાત્મક સ્તરે ઉપયોગમાં લેવામાં વધુ સમય લાગ્યો છે.

નવી શ્રેણીના અલ્ટ્રા-લાર્જ કન્ટેનર જહાજોને હેન્ડલ કરવા માટે કોલંબો બંદર ખાતે નિર્માણ કરવામાં આવેલું કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત ઊંડા પાણીનું ટર્મિનલ છે. તેની ૧,૪૦૦ મીટરની ખાડી અને લગભગ ૨૦ મીટરની પાણીની ઊંડાઈ તેને એશિયા-યુરોપ વેપાર માર્ગ પર કાર્યરત સૌથી મોટા કેટલાક જહાજોને બર્થ કરવાની મોકળાશ આપે છે.

લગભગ ૩.૨ મિલિયન TEUs ની વાર્ષિક ક્ષમતા સાથેકોલંબોની હેન્ડલિંગ ક્ષમતાને નોંધપાત્ર રીતે વિસ્તારતા આટર્મિનલમાં ડિજિટલી સંકલિત પધ્ધતિઓ, અદ્યતન ક્રેન્સ અને ઇલેક્ટ્રિફાઇડ યાર્ડ સાધનો અહીં ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવા અને કામગીરીની કાર્યક્ષમતા સુધારવાના હેતુથીવ્યાપક વૈશ્વિક વલણો સાથે સુસંગત રહીનેડિઝાઇન કરવામાં આવ્યા છે.બંદરો ઉપર પર્યાવરણીય પ્રભાવનું સંચાલન કરવા સાથે ઉત્પાદકતા વધારવા માટે ઓટોમેશન અને ઊર્જા-કાર્યક્ષમ સિસ્ટમમાં રોકાણને પ્રાધાન્યઅપાયું છે.

વૈશ્વિકજહાજ માળખામાંટર્મિનલનીપ્રારંભિકસફળતાકોલંબોનામહત્વનેમજબૂતબનાવેછે. ટર્મિનલનાવોલ્યુમનોનોંધપાત્રટ્રાન્સશિપમેન્ટકાર્ગોનાહિસ્સાનોમોટાભાગનોભાગભારતસાથેજોડાયેલહોવાથીકાર્યક્ષમતાઅનેકનેક્ટિવિટીનેટકાઉવિકાસમાટેમહત્વપૂર્ણબનાવેછે.

ભારતમાં ૧૫ અને વિદેશમાં ચાર બંદરોનો પોર્ટફોલિયો ધરાવતા અદાણી પોર્ટ્સ અને સેઝ માટેઆ પ્રકલ્પ તેના આંતરરાષ્ટ્રીય ફલકને વિસ્તૃત કરવામાં એક નોંધપાત્ર પગલું છે, જે ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા દરિયાઇમાળખામાં તેના સ્થાન અને સ્થિતિને મજબૂત બનાવે છે. વધુમાં જોન કીલ્સ હોલ્ડિંગ્સ પીએલસી અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી સાથેની ભાગીદારી કામકાજની વૈશ્વિક કુશળતાને સ્થાનિક સંસ્થાકીય ગોઠવણી સાથે સાંકળે છે.

Related posts

અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન(APSEZ) ૫૦૦ મિલિઅન ટન્સ–અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીનું વક્તવ્ય

મુંબઈ એરપોર્ટ પર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને બ્લિન્કિટ દ્વારા ભારતની પ્રથમ ઇન-ટર્મિનલ ઝડપી વાણિજ્ય સેવાનો આરંભ

AGEL માં પ્રમોટર્સે હિસ્સો વધાર્યો, રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત

ડોનાલ્ડ ટ્રમ્પનો  દાવો ‘નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ

GUJARAT NEWS DESK TEAM

અદાણી ગ્રીન એનર્જીએ ભારતની ટોચની U30-લેડ કંપનીઓમાં સ્થાન મેળવ્યું

અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment