
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34 મી જુનિયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025 એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વડનગર, મેહસાણા ખાતે રમાડવામાં આવી રહેલ છે.
ગઇકાલ ના રોજ શરૂ થયેલ આ ટુર્નામેંટ 15.7.2025 સુધી ચાલશે. ફાઇનલ મેચ 15.7.2025 ના રોજ રમાડવામાં આવશે. આ ટુર્નામેંટ માં રાજ્ય ના 23 જિલ્લા ની ટીમો ભાગ લઈ રહેલ છે. બધા જિલ્લા ને 8 ગ્રુપ માં વહેચવામાં આવેલ છે. બધા ગ્રુપ માં ટોપ ટીમો ને 2 ગ્રુપ માં વહેચી સુપર લીગ રમાડવામાં આવશે. બંને ગ્રુપ ની ટોપ 2 ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમશે.
આજ રોજ રમાયેલ મેચ ના રિજલ્ટ માં રાજકોટ ની ટીમે માન પાંભર ના 3 ગોલ, સુમિત ના 2 ગોલ, અદ્વૈદ, ભવ્યાંન અને આશીર્વાદ ના 1-1 ગોલ ની મદદ થી પંચમહાલ પર 8-0 થી વિજય મેળવેલ. બીજા મેચ માં વલસાડે નેલ લોને ના 4, અયાન ના 5 અને સમર્થ, કરણ અને લય ના 1-1 ગોલ ની મદદ થી સુરેન્દ્રનગર પર 12-1 થી વિજય મેળવેલ. સુરેન્દ્રનગર તરફથી વેદે 1 ગોલ કરેલ. ત્રીજા મેચ માં આણંદ ની ટીમે જિનય ના 6, તનીશ ના 4 અને અનિશ ના 1 ગોલ ની મદદ થી બોટાદ પર 11-0 થી એકતરફી વિજય મેળવેલ.
આજ નો ચોથો મેચ ભરુચ અને ગોંધીનગર ની ટીમો વચ્ચે રમાયેલ. બંને ટીમો 2-2 ગોલ કરી બરાબરી પર રહેલ આ ગ્રુપ માં બેજ ટીમ હોવાથી ગ્રુપ ટોપ કરવા માટે રિજલ્ટ જરૂરી હતું તેથી પેનલ્ટી શુટ આઉટ દ્વારા રિજલ્ટ લેવામાં આવેલ. ભરુચ માથી સ્નેહ, કાવીશ અને નિર્ભય દ્વારા ગોલ કરવામાં આવેલ. ગાંધીનગર ના ભવ્યદીપસિંહ, ભૌમિક, નૈતિક અને ધૈર્યાનસિંહ દ્વારા ગોલ કરી, 6-5 થી ગાંધીનગર સંઘર્ષપૂર્ણ મેચ માં વિજયી થયેલ.
આજે ત્રણ મેચ રમશે. પંચમહાલ અને વડોદરા વચ્ચે. સુરેન્દ્રનગર અને પોરબંદર વચ્ચે અને બોટાદ અને નવસારી વચ્ચે મેચ રમશે.