OTHER

હિતેશ પટેલ (પોચી) ની રેલવેની ZRUC તેમજ ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં મહત્વપૂર્ણ નિમણૂંક

ભારત સરકારના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે વેસ્ટર્ન રેલવેની Zonal Railway Users Consultative Committee (ZRUC) માં સ્પેશ્યલ ઇન્ટ્રેસ્ટ કેટેગરી હેઠળ અમદાવાદના કાર્યકર હિતેશ પટેલ (પોચી) ની બે વર્ષ માટે સભ્ય તરીકે નિમણૂંક કરી છે.

આ ઉપરાંત, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ની અમદાવાદ ટેલિફોન એક્સચેન્જ માટેની ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં પણ હિતેશ પટેલ (પોચી) ની સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

બંને મહત્વપૂર્ણ કમિટીમાં સ્થાન મળવા બદલ હિતેશ પટેલે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય અને કેન્દ્રના શિર્ષ નેતૃત્વનો તથા રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યસભાના સંસદ સભ્ય શ્રી નરહરીભાઈ અમિનનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

હિતેશ પટેલ (પોચી) હાલમાં અમદાવાદ અને ગાંધીનગર શહેર તેમજ જીલ્લામાં ભાજપના ઝોન મિડીયા કન્વીનર તરીકે કાર્યરત છે.

Related posts

અમદાવાદના ઐતિહાસિક વાસણા બેરેજનો કાયાકલ્પ : માત્ર ૩૫ દિવસના રેકોર્ડ સમયમાં નવા દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ

સંતોકબા માનવરત્ન એવોર્ડના ૨૦ વર્ષ સંપન્ન : દેશમાં માનવતાવાદી અને સામાજિક પરિવર્તન લાવનારા અગ્રણીઓ સન્માનિત ડૉ. ગુલ્લાપલ્લી એન. રાવ અને શ્રીમતી રીમા નાણાવટી ‘સંતોકબા માનવરત્ન એવોર્ડ’થી સન્માનિત; પ્રથમ ‘સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ’ શ્રી શ્રીકાંત બોલ્લાને અર્પણ

બાવળામાં વરસાદ બાદ જાહેર આરોગ્યની જાળવણી માટે સ્થાનિક આરોગ્ય તંત્રની સતત કામગીરી

IIM અમદાવાદના એકેડમી એસોસિયેટની ફેરવેલનું આયોજન કરાયું

GUJARAT NEWS DESK TEAM

ગૌતમ અદાણીએ સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવીબજારો અને મીડિયામાં ખોટી સ્ક્રિપ્ટો સામે વિદ્યાર્થીઓને ચેતવ્યા

GUJARAT NEWS DESK TEAM

આજે ભાજપના ચાર ઉમેદવારોનું નામાંકન થશે: બિનહરિફની શક્યતા

Leave a Comment