બિઝનેસ

વાઘ બકરી ટી ગ્રુપે તાજગીથી ભરપૂર સુપર-પ્રીમિયમ  નવી ‘વાઘ બકરી રોયલ’ ચા લોન્ચ કરી

132 વર્ષ થી વાઘ બકરી ચા ગ્રુપ આજે ચા ની એકધારી અને ઉત્તમ ગુણવત્તા માટે દુનિયા ભાર ના ચા રસિકો ની પ્રથમ પસંદગી બની છે. વાઘ બકરી ચા ના ટી માટેસ્ટસે તેમના આગવા અનુભવ અને ઉત્તમ ચા પરખવાની કળા થી ચા ઉધોગ માં ગુણવત્તા ના નવા માપદંડ ઉભો કર્યો છે.

ચા ઉદ્યોગમાં 133 વર્ષથી વિશ્વસનીય નામ ધરાવતા વાઘ બકરી ટી ગ્રુપે તેની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ચા, ‘વાઘ બકરી રોયલ’ લોન્ચ કરી છે. આ નવું સુપર-પ્રીમિયમ ચા બ્લેન્ડ (મિશ્રણ), વાઘ બકરી બ્રાન્ડની એક શતાબ્દીથી પણ લાંબી યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. જે ખાસ કરીને, ચા ના દરેક ઘૂંટમાં પ્રામાણિકતા સાથે અનેરી તાજગી ઈચ્છતા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યું છે.

વાઘ બકરી રોયલ, આસામના શ્રેષ્ઠ ચાના બગીચાઓમાંથી 100% હાથથી ચૂંટેલા પાંદડાઓમાંથી તૈયાર કરવામાં આવે છે. તે લાંબા પાંદડા અને મજબૂત CTC ચાનું શાનદાર ચા બ્લેન્ડ (મિશ્રણ) છે. તે એક બોલ્ડ ફ્લેવર, જીવંત કેસરી રંગ અને મન મોહિત કરનારી સુગંધ સાથે ચાનો તાજગીથી ભરપૂર આહલાદક અનુભવ આપે છે. વાઘ બકરી રોયલ ચા, એ વાસ્તવમાં, તેના શ્રેષ્ઠ સ્વાદ, અજોડ શક્તિ અને શુદ્ધતા માટે એક અલગ ઓળખ ઉભી કરે છે અને તે બ્રાન્ડની અત્યાર સુધીની સૌથી પ્રીમિયમ ઓફર છે.

 

નવી વાઘ બકરી રોયલ ચા, એ વાઘ બકરી ટી ગ્રુપના પોર્ટફોલિયોમાં એક વ્યૂહાત્મક ઉમેરો છે અને લગભગ ત્રણ દાયકામાં CTC/બ્લેક ટી શ્રેણીમાં તેનું પ્રથમ મોટું લોન્ચ છે. તે ખાસ કરીને, પ્રાકૃતિક સમૃદ્ધ સુગંધ અને સ્વાદ ઈચ્છતા પ્રીમિયમ ચા પ્રેમીઓ માટે તૈયાર કરવામાં આવી છે.

 

આ લોન્ચીંગ પ્રસંગે, વાઘ બકરી ટી ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજય સિંઘલે જણાવ્યું હતું કે, “નવી વાઘ બકરી રોયલ ચા, એ અમારું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ ચા બ્લેન્ડ (મિશ્રણ) છે. અમારી બ્રાન્ડ પરંપરામાં મૂળ ધરાવે છે પરંતુ સાથે-સાથે તે ભવિષ્ય સાથે સુસંગત અને સમર્પિત છે. અમે ઈનોવેશન અને ગ્રાહકની ઊંડી સમજ દ્વારા પ્રેરિત ઓફરોના માધ્યમથી ચા ની વિવિઘ શ્રેણીનું નેતૃત્વ કરવા અને આ ક્ષેત્રે અગ્રણી રહેવા માટે પ્રતિબદ્ધ છીએ. આજના ગ્રાહકો અસાધારણ અનુભવોને મહત્વ આપે છે અને બેસ્ટ પ્રોડક્ટ માટે ચૂકવણી કરવા તૈયાર રહે છે. હકીકતમાં, આનાથી જ, અમને વાઘ બકરી રોયલ ચા બનાવવાની પ્રેરણા મળી, જે એક પ્રીમિયમ ચા છે તથા લાજવાબ સ્વાદ અને અનુભવ, બંને પ્રદાન કરે છે.”

 

વાઘ બકરી રોયલ, એ આસામ માં એક ખાસ ઊંચાઈ પાર આવેલા ચાના બગીચાઓમાંથી શ્રેષ્ઠ ચા ની લાંબી પત્તી (ઓર્થોડોક્સ) અને સીટીસી ચાનું ઉત્કૃષ્ટ બ્લેન્ડ (મિશ્રણ) છે, જે એક સમૃદ્ધ અને લિજ્જતદાર ટેસ્ટ આપે છે. આ ચાની ચુસ્કી લીધાની સાથે જ મૂડ ફ્રેશ થઈ જાય છે. તે અગ્રણી ‘A’ ક્લાસના આઉટલેટ્સ, પ્રીમિયમ સ્ટેન્ડઅલોન સ્ટોર્સ, આધુનિક ટ્રેડ ફોર્મેટ અને ટોચના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

 

વાઘ બકરી રોયલ ચા, શરૂઆતમાં અમદાવાદ અને વડોદરામાં લોન્ચ કરવામાં આવી છે, જેને વાઘ બકરી ટી ગ્રુપની મજબૂત પ્રાદેશિક હાજરી અને મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો લાભ મળશે. આગામી દિવસોમાં તેને અન્ય વધુ બજારોમાં લોન્ચ કરવામાં આવશે.

 

વાઘ બકરી ટી ગ્રુપે, ચા ને એક વિચાર તરીકે પ્રસ્તુત કરી છે, જે ખરેખર, માનવ સમુદાયને સામાજીક જોડાણ માટે પ્રેરિત કરવામાં ઉલ્લેખનીય ભૂમિકા ભજવે છે. વાઘ બકરી રોયલ, એવા પરિવારોને પણ આકર્ષિત કરે છે, જેમણે અનેક પેઢીઓથી વાઘ બકરી પ્રીમિયમ પાંદડાની ચા પર વિશ્વાસ કર્યો છે અને હવે નવી પેઢી માટે તેમના ચાના અનુભવને વધુ રોમાંચક બનાવવા માંગે છે.

 

વાઘ બકરી ટી ગ્રુપે, ચા ક્ષેત્રે પોતાની દાયકાઓની કુશળતા સાથે આ શાનદાર અનોખું ચા બ્લેન્ડ (મિશ્રણ)ને તૈયાર કર્યું છે, જે તેને સ્વાદ અને શક્તિનું સંપૂર્ણ સંતુલન બનાવે છે. બોલ્ડ ફ્લેવર, લાંબા સમય સુધી બની રહેતી સુગંધ તેમજ સંપૂર્ણ, સંતોષકારક સ્વાદ સાથે ‘વાઘ બકરી રોયલ’, પ્રીમિયમ ચા સેગમેન્ટમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે તૈયાર છે.

Related posts

અદાણી પોર્ટ્સ અને સેઝની વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવકમાં 21% વધારો

અદાણી શાંતિગ્રામની બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં વિશિષ્ટ વ્યવસાય ચેમ્બર ‘ધ ઇમ્પિરિયલ’ ખુલ્લી મૂકાઇ

GUJARAT NEWS DESK TEAM

અદાણી જૂથ વધુ એક બિઝનેસમાં એન્ટ્રી કરશે, પીવીસીની આયાત નિર્ભરતા ઘટશે

પ્રભાવક પ્રતિભાવ સાથે ટીટીએફ સંપન્ન

AGEL માં પ્રમોટર્સે હિસ્સો વધાર્યો, રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન  

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment