ગુજરાત

સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો મામલો કલેક્ટર અને નાયબ મામલતદારના પહેલા જાન્યુ. સુધીના રિમાન્ડ મંજૂર

સુરેન્દ્રનગર જિલ્લામાં બહુચર્ચિત જમીન સંપાદન અને બિનખેતી (દ્ગછ) કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના ચાર આરોપીને આજે અમદાવાદની વિશેષ અદાલતમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટ દ્વારા આરોપીઓના આગામી તા. ૧ જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં પકડાયેલા કલેકટર રાજેન્દ્ર પટેલ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ બાદ મામલાની ઊંડી તપાસ કરવા માટે વિશેષ અદાલતમાં આરોપીઓને રજૂ કર્યા હતા અને તેમના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. ઇડી દ્વારા કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ કૌભાંડના મૂળ અત્યંત ઊંડા છે અને તેમાં મોટા પાયે નાણાકીય વ્યવહારો થયા છે, જેની તપાસ માટે કસ્ટડી જરૂરી છે.
તપાસમાં ખુલાસો થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન એનએ કરાવવાનું મોટું નેટવર્ક ચાલતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પાડેલા દરોડા દરમિયાન ઇડીને રૂ.૬૭.૫૦ લાખની રોકડ મળી આવી હતી. રોકડની સાથે અનેક વાંધાજનક દસ્તાવેજો અને મિલકતના કાગળો પણ જપ્ત કરાયા છે, જે સીધી રીતે આ કૌભાંડ તરફ ઈશારો કરે છે.
ઇડી હવે આ મામલે પકડાયેલા અધિકારીઓની પૂછપરછ કરશે કે આ નાણાં ક્યાંથી આવ્યા અને તેમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. ત્યારે આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ કેટલાક ખુલાસા થવાની શક્યતા છે.
મંગળવાર વહેલી સવારથી જ ઇડીની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા. રાજેન્દ્ર પટેલ (સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર), ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર) (ધરપકડ કરાઈ), મયુરસિંહ ગોહિલ (દ્ગછ શાખાના ક્લાર્ક), જયરાજસિંહ જાડેજા કલેક્ટરના ઁછ (લખતર સ્થિત નિવાસ) અને ડી. ચેતન કણઝરીયા વકીલના નિવાસસ્થાને દરોડા પડાયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર જમીન સંપાદન અને બિનખેતી (એનએ) કરવાની પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની અરજી ઇડીને મળી હતી. આ તપાસમાં ઇડીએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ઇડીની ટીમે તપાસ દરમિયાન એસીબી(એસીબી)ના અધિકારીઓ અને સોનીને પણ બોલાવ્યા હતા, જે સંપત્તિ અથવા રોકડના મોટા વ્યવહારો તરફ ઇશારો કરે છે. જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને જ ઇડી ત્રાટકતા આખા જિલ્લાના સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમગ્ર કેસમાં સૌથી શંકાસ્પદ પાસુ એ છે કે, ઇડીના દરોડા પડ્યા તેના માત્ર ત્રણ દિવસ પહેલા જ કલેક્ટર રાજેન્દ્ર પટેલે અચાનક એનએ (બિનખેતી) શાખાને વિખેરી નાખી હતી.  નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની તાત્કાલિક બદલી કરી દેવાઇ હતી.
ઇડી દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓના આધારે આગામી દિવસોમાં અન્ય મોટા માથાની પણ ધરપકડ થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

Related posts

પાકિસ્તાનની ગતિશીલતાને સમજવા પર ઓનલાઈન સર્ટિફિકેટ પ્રોગ્રામ

GUJARAT NEWS DESK TEAM

સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએःઃ કઠવાડિયા

GUJARAT NEWS DESK TEAM

બંધારણ દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા ને અંજલિ આપી

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

GUJARAT NEWS DESK TEAM

મનરેગા બચાવો’ આંદોલન પંચાયત, બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત લડવામાં આવશેઃકોંગ્રેસ

GUJARAT NEWS DESK TEAM

સેનાના એરિયા એકાઉન્ટ્સ ઓફિસ અને સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટોન્મેન્ટ દ્વારા સ્પર્શ જાગૃતિ કાર્યક્રમ યોજાશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment