ગુજરાત

કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લગાવાશે


રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા વારંવાર રદ થતી ફ્લાઈટ્સ અંગે લખવામાં આવેલા પત્રના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપેલી માહિતી
સપ્ટેમ્બર ૧૮, ૨૦૨૫: કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવાનું કરવાનું આયોજન કરાવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન અને સ્કોપ ઑફ વર્ક અનુસાર, કેશોદ એરપોર્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS), CAT – I એપ્રોચ લાઇટનિંગ સિસ્ટમ અને DVOR ની જોગવાઈ ધ્યાનમાં લેવામાં આવી છે. આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ કિંજરપુ દ્વારા રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીને પત્રના માધ્યમથી આપવામાં આવી હતી.
મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે મંત્રાલયે કેશોદ એરપોર્ટ પર રનવેને ૨,૫૦૦ મીટર સુધી લંબાવવા માટેના સ્કોપ ઑફ વર્કની જાહેરાત કરી દીધી છે અને આ કામનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. ILS ના ઇન્સ્ટોલેશન માટે રનવેની લંબાઈ ૧,૮૦૦ મીટરથી વધુ હોવી જોઈએ અને કેશોદ એરપોર્ટના હાલના રનવેની લંબાઈ ૧,૩૦૦ મીટર છે.
શ્રી પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઇટ રદ થવાના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રીનું ધ્યાન દોરતો પત્ર લખ્યો હતો.
તેમણે પોતાના પત્રમાં હવામાન સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સહિત અપૂરતા નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઇટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. શ્રી નથવાણીએ પત્રમાં લખ્યું હતું કે વારંવાર ફ્લાઇટ્સ રદ થવાથી વિઘ્ન ઊભું થાય છે, જેના કારણે રીજનલ રૂટ ડેવલપમેન્ટનો હેતુ નિષ્ફળ જાય છે. એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથમાં આવતા મુલાકાતીઓની સુગમતા માટે કેશોદ એરપોર્ટનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વારંવાર ફ્લાઇટ્સ રદ થવાને કારણે આ હેતુ બર આવતો નથી.
અગાઉ, રાજ્યસભામાં શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૧૯૦.૫૬ કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા ૧૮ મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી ૨૦૨૭ છે.
નોંધનીય છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કેશોદ એરપોર્ટનો વિકાસ રૂ. ૩૬૪ કરોડના અંદાજિત ખર્ચ સાથે કરવામાં આવશે, જેમાં રૂ. ૧૪૨.૧૭ કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ સામેલ છે. ૬,૫૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું આ નવું ટર્મિનલ બિલ્ડિંગ એકસાથે ૪૦૦ ડિપાર્ટિંગ અને ૪૦૦ અરાઇવિંગ મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરાયું છે.

Related posts

આઝાદી બાદ પહેલી વખત અમેરિકાએ ભારતની વસ્તુઓ પર 50% ટેરિફ લગાવ્યો: ઈસુદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં છબરડા: યાત્રિક પટેલ AAP

GUJARAT NEWS DESK TEAM

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી ગુજરાતના લોકોને અપીલ

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત

GUJARAT NEWS DESK TEAM

સોમનાથમાં મહામહિમ રાષ્ટ્રપતિજીના આગમન સમયે નાના બાળકોના મંત્રોચ્ચારનો વિરોધ કરતા સ્વાર્થી તત્વોનું કૃત્ય અશોભનીય: શ્રી સોમનાથ ટ્રસ્ટ

GUJARAT NEWS DESK TEAM

જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવા કોંગ્રેસના નેતા હિરેન બેન્કરની માંગણી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment