ગુજકેટની આન્સર કી અંગેની રજૂઆતો બુધવાર સુધીમાં મોકલી શકાશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાની આન્સર કી મુકવામાં આવી છે. જે અંગેની રજૂઆતો આગામી તા. 8 એપ્રિલને બુધવારના સુધી માં મોકલી આપવાની રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તા. 29-03-2026ના રોજ લેવાયેલી ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026 ના ગણિત (050), ભૌતિક વિજ્ઞાન (054), રસાયણ વિજ્ઞાન (052), જીવ વિજ્ઞાન (056)ના પ્રશ્નપત્ર સેટ (ટી.ક્યુ.પી.) નંબર 1 થી 20 ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ પ્રોવિઝન આન્સર કી બોર્ડની વેબ સાઈટ www.gesb.org પર મુકવામાં આવેલ છે. આ આન્સર કી અંગે આપની કોઈ રજુઆત હોય તો આ સાથે સામેલ નિયત નમૂનામાં વિષયવાર, માધ્યમવાર, પ્રશ્નઃદીઠ અલગ અલગ ફોર્મ ભરીને ઈમેઈલ આઈડી gujcetkey@gmail.com ઉપર તા. 08-04-2026ને બુધવારે સાંજના 18-00 કલાક સુધીમાં જરૂરી આધારો સાથે મોકલી આપવાની રહેશે.