ગુજરાત

ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં પરિવહન અને વિકાસને વેગ આપતા 10 ઠરાવો સર્વાનુમતે મંજૂર


ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષસ્થાને પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના વહીવટ, કર્મચારી કલ્યાણ અને નગર નિયોજનને લગતા કુલ ૧૦ એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા, જે તમામ કામોને હાજર કાઉન્સિલરશ્રીઓ દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.

સભામાં લેવાયેલા નીતિવિષયક નિર્ણયોમાં, શહેરની બસ સેવા અને પરિવહનના અસરકારક સંચાલન માટે જાહેર કંપની તરીકે ‘સ્પેશિયલ પર્પઝ વ્હીકલ’ (SPV) ની રચના કરવાની કમિશનરની ભલામણ સ્વીકારવામાં આવી છે. આ સાથે જ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરતા નિર્ણયમાં, NPS યોજના અંતર્ગત ૧૦% ફાળાની સામે હવે ૧૪% ફાળાનો લાભ આપવા અંગેના ઠરાવને પણ બહાલી આપવામાં આવી છે.

શહેરના સુઆયોજિત વિકાસ અને નાગરિક સુવિધાના ભાગરૂપે, વાવોલ-કોલવડા (ટી.પી. ૩૪) અને વાવોલ-ઉવારસદ (ટી.પી. ૩૫) ની મુસદ્દારૂપ નગર રચના યોજનાઓની દરખાસ્ત મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, શહેરમાં પાલતુ શ્વાન (Pet Dogs) ની સંખ્યા વધતી હોઈ, તેના નિયમન માટે પાલતુ શ્વાનની નોંધણી ફરજિયાત કરવા અંગેની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે.

Related posts

ગુજરાતમાં મોડે મોડે પણ સુપ્રિમકોર્ટના નિર્દેષના કારણે ઉપરોકત કોચીંગ કલાસ માટેની ગાઈડલાઈનનો નિર્ણય મજબુરીમાં લેવાયેલ છેઃ  હેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના બાપુનગરમાં નમોત્સવને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો

GUJARAT NEWS DESK TEAM

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

GUJARAT NEWS DESK TEAM

કચ્છ  જીલ્લાનાં સરહદી વિસ્તારમા બી.એસ.એફ.માટે આરોગ્ય સેવાઓ વધુ સુર્દઢ બનાવવા એમ્બ્યુલન્સ અપાઈ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment