હવે ગુજરાત પણ યુપી બિહારના માર્ગે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ખુલ્લેઆમ સરેજાહેરમાં ગોળીબાર પણ થઇ રહ્યો છે. ત્યારે ગઇકાલે રાત્રે અમદાવાદમાં પટવા શેરી વિસ્તારમાં મોડી રાત્રે બેફામ ગોળીબાર થતાં ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઇ હતી..
કરોડો રૂપિયાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ હતી. બિલ્ડરે રૂપિયા માગતાં પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરિંગમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી, જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી. પટવાશેરી નજીક ફાયરિંગની ઘટના બનતાં ગેંગવોર જેવી સ્થિતી સર્જાઇ હતી. સમગ્ર ઘટના ના સીસીટીવી સામે આવ્યા હતા
આ ઘટનામાં એક રાહદારીને પણ ઇજા થઇ હતી.. જોકે ફાયરિંગની ઘટના બાદ પોલીસ તત્કાલિક ઘટના સ્થળે ધસી ગઇ હતી પરંતુ જે રીતે ગોળીબારની ઘટના ઘટી તે જોતા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.