મારું શહેર

ગાંધીનગરના સેકટર-7માં બનાવેલી ડંમ્પિંગ સાઈટ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ

 

ગાંધીનગરના સેકટર-7માં બનાવેલી ડંમ્પિંગ સાઈટ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ દેખાવો

ગાંધીનગરની મધ્યમાં ગણાતા એવા સેકટર-7માં નાગરિક વસાહત અને શાક માર્કેટ જેવા ધમધમતા વિસ્તારમાં ગાંધીનગર મહાપાલિકા દ્વારા બનાવાયેલી ડમ્પિંગ સાઇટથી સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને રાહદારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. આ ડમ્પિંગ સાઇટને અહી અન્ય સ્થળે ખસેડવા કોંગ્રેસનાં નેજા હેઠળ સ્થાનિક રહીશો, વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરના સેકટર-7માં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી છે. આ ડમ્પિંગ સાઇટના કારણે સેકટર-7માં આવેલા સરકારી આવાસો, ખાનગી આવાસો, શાકમાર્કેટ તેમજ અન્ય વેપારીઓને ભારે અસર પડી રહી છે. એટલું જ નહીં, આ ડમ્પિંગ સાઇટની ફરતા વિસ્તારમાં શાળાઓ, બચીગો, સમાજ વાડી, ધાર્મિક સ્થાન આવેલા છે. આ ડમ્પિંગ સાઇટના કારણે અહી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં આવતા લોકો તેમજ સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓના આરોગ્યની સાથે ચેડાં થઈ રહ્યા છે. જેને લઈને કોંગ્રેસનાં પ્રદેશ મહામંત્રી નિશિત વ્યાસની આગેવાનીમાં સ્થાનિક રહીશો તેમજ વેપારીઓ દ્વારા આજે મહાપાલિકા દ્વારા બનાવાયેલી ડમ્પિંગ સાઇટ સમક્ષ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ આ ડમ્પિંગ સાઇટને નાગરિકોની વચ્ચે ખસેડીને શહેરથી દૂર લઈ જવા માટેની માંગણી કરવામાં આવી હતી.

Related posts

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

પ્રોજેક્ટ જીવન સેતુ નો આરંભ

GUJARAT NEWS DESK TEAM

બે સગીરા મુંબઈથી મળી આવી

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સન્માન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે બદલીનો ગંજીપો ચિપ્યો

GUJARAT NEWS DESK TEAM

પીએમ નરેન્દ્ર મોદીના આગમન અગાઉ કોંગ્રેસના નેતાઓની અટકાયત અને નજર કેદ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment