

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડા તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા, મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી માર્ગદર્શન મેળવી તથા તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી અને સાંસદ તથા રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ સાથે શુભેચ્છા મુલાકાત કરીને માર્ગદર્શન મેળવ્યું હતું
તેઓ સર્વેના સતત માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત કોંગ્રેસ ગુજરાતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનતથી પૂર્ણ કરશે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા અમારામાં મૂકેલા વિશ્વાસ બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, અમે ગુજરાતની પ્રગતિ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે લડીશું અને જીતીશું.