ગુજરાત

કચ્છ  જીલ્લાનાં સરહદી વિસ્તારમા બી.એસ.એફ.માટે આરોગ્ય સેવાઓ વધુ સુર્દઢ બનાવવા એમ્બ્યુલન્સ અપાઈ

કચ્છ  જીલ્લાનાં સરહદી વિસ્તારમા બી.એસ.એફ.માટે આરોગ્ય સેવાઓ વધુ સુર્દઢ બનાવવા એમ્બ્યુલન્સ અપાઈ
ગઇકાલના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી વિજયા પ્રજાપતિ, ગાંધીધામ બી.એસ.એફનાં એસ.એચ.વિજયકુમાર કમાન્ડટશ્રી, એસ.એચ.સુધીરકુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી, લે.કમાન્ડટશ્રી, ઈન્સપેકટર રીશીકપુર, ઈન્સપેકટર મનોજકુમારના વરદ હસ્તે કચ્છ જિલ્લા પંચાયત ખાતે કાર્યક્રમમાં અધિકારીશ્રીઓએ ૧ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી. જે બીએસએફ સરહદના સંત્રીઓની સેવામાં અર્પણ કરવામાં આવી.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ) સરહદે સુરક્ષા અને દેશમાં સેવા આપનારી આ ફોર્સ આજે વિશ્વની સૌથી મોટી બોર્ડર ફોર્સ છે. બીએસએફ પાસે સેનાની જળ, વાયુ અને થલના સ્વરુપે વિંગ છે. છેલ્લા અમુક વર્ષોથી મહિલા ઓફિસર સરહદે પેટ્રોલિંગ કરતી હોય છે. બીએસએફની સ્થાપ્ના ૧ ડિસેમ્બર, ૧૯૬૫ના રોજ થઈ હતી. ઉલ્લેખનીય છે કે સરહદે સુરક્ષા કરતા બીએસએફના જવાનોને દરેક પળે મોતનું જોખમ રહેતું હોય છે. બીએસએફને સરહદે સુરક્ષા કરવાનું, ભારતીય સરહદોમાં થતી ઘૂસણખોરીને અટકાવવાનું કાર્ય કરવાનું રહે છે. બીએસએફના જવાનો રણ વિસ્તારથી લઈને બરફના વાતાવરણમાં આવેલી સરહદોની સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મિતેષ ભંડેરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્ષ 2025-26 15%માં વિવેકાધીન (માન.જીલ્લા વિકાસ અધિકારીશ્રીની ગ્રાન્ટમાંથી) ૧ એમ્બ્યુલન્સ રૂા.17,70,000/-  કચ્છ જિલ્લાના  ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવેલ  છે.
વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી વિશાળ કચ્છ જિલ્લો (India’s Largest District) છે તો સાથે જ ભૌગોલિક દૃષ્ટીએ કઠિન અને અંતરિયાળ વિસ્તાર ધરાવે છે. ત્યારે અંતરિયાળ વિસ્તારવાળા વિશાળ કચ્છમાં બેઝીક લાઈફ સપોર્ટ (Basic Life Support Ambulance) જેવી આરોગ્ય એમ્બ્યુલન્સ સેવા પાયાની જરૂરિયાત છે. સરહદના સંત્રીઓને પાયાની સા૨વા૨ સમયસર મળી રહે અને તેઓનું જીવ જોખમાય નહી માટે એવા કચ્છ જિલ્લામાં વિશાળ અંતરના કારણે આ એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા પુરી પાડવામાં અગત્યનું સાધન બનશે અને સરહદના સંત્રીઓને સમયસર સારવાર મળી રહેશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મિતેશ ભંડેરી, આર.સી.એચ.ઓ.શ્રી દિનેશ પટેલ, ઈ.એમ.ઓશ્રી ડૉ. કેશવકુમાર, એન.સી.ડી.નાં નિરવ ગોહિલ સહિતના આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

વડોદરામાં યુવાનના મોત માટે CM અને વડોદરા મનપાના શાસકો જવાબદાર, CM ને વિકાસ બતાવવા રાતોરાત ખાડા ખોદવામાં આવ્યા જેમાં પડી જતા યુવાનનું મૃત્યુ થયું : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર ના રૂપાલમાં વરદાયિની માતાજી મંદિર પલ્લી ભરાઈ

GUJARAT NEWS DESK TEAM

સોશિયલ મીડિયા પર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ કરતી ગુજરાત પોલીસનો વધુ એક સફળ કિસ્સો

GUJARAT NEWS DESK TEAM

રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં ભારતના અગ્રણી રુમેટોલોજિસ્ટ્સનું સમ્મેલન : આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન રોગો વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાશે

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં આધાર-UID અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

Leave a Comment