ગુજરાત

ભુજ એરફોર્સ દ્વારા ‘નો યોર ફોર્સિસ’ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું

દેશની સુરક્ષામાં વાયુ સેનાની ભૂમિકાને ઉજાગર કરવા વિવિધ શસ્ત્રોની માહિતી આપીને બાળકો અને યુવાનોને વાયુસેનામાં જોડાવવાની પ્રેરણા આપવા ભુજ એરફોર્સ દ્વારા ‘નો યોર ફોર્સિસ’ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.“એરફોર્સ ડે’ની ઉજવણીના ભાગરૂપે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલ વાયુસેના શસ્ત્ર પ્રદર્શનમાં એરફોર્સના રડાર, મિસાઈલ અને એરક્રાફ્ટ સહિતના અત્યાધુનિક શસ્ત્રો તેમજ સૈન્યના સાધનોથી વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને અવગત કરાવવામાં આવ્યા હતાં. વર્ષ ૧૯૭૧માં સૈન્યની મદદે આવેલા ભુજના માધાપરની વિરાંગનાઓનું ભુજ એરફોર્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં રોહિણી રડાર, ગરુડ ફોર્સિસ ઈક્વિપમેન્ટ, પી-૧૯ રડાર અને પેચોરા મિસાઈલ તેમજ ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગી એરફોર્સના શસ્ત્રો જેવા કે, ફાઈટર એરક્રાફ્ટ, જમીનથી હવામાં દુશ્મનના એરક્રાફટ અને ડ્રોનને તોડી પાડવામાં વપરાતી વિવિધ મિસાઈલ, રડાર સિસ્ટમ તથા એરફોર્સની ગરુડ સ્પેશિયલ ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સાધનોની માહિતી આપવામાં આવી હતી.

Related posts

અમદાવાદના બાપુનગરમાં નમોત્સવને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો

GUJARAT NEWS DESK TEAM

પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી

GUJARAT NEWS DESK TEAM

AAP દ્વારા ભારત-પાકિસ્તાન મેચનો બોયકોટ – ઈસુદાન ગઢવીએ કર્યો મેચનો સખ્ત વિરોધ

GUJARAT NEWS DESK TEAM

એક નઈ સોચ કાર્યક્રમનું લોન્ચિંગ

GUJARAT NEWS DESK TEAM

શ્રી સોમનાથ મંદિરના સંકલ્પકર્તા સ્વર્ગીય સરદાર પટેલને જન્મજયંતિએ સોમનાથ ટ્રસ્ટની શ્રદ્ધાંજલિ

GUJARAT NEWS DESK TEAM

બોટાદ માર્કેટ યાર્ડમાં AAP ખેડૂત નેતા રાજુ કરપડા હજારો ખેડૂતો સાથે કળદાના મુદ્દે ધરણા પર બેઠા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment