અમરેલી જીલ્લાના વડીયા તાલુકાના ઢુંડીયા પીપળીયા ગામે રાત્રીના અંધારામાં ચકુભાઈ રોખોલીયા અને તેમના પત્ની કુવરબેન રાખોલીયાની બેરહેમ હત્યારાએ કરપીણ હત્યા કરી હતી. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનોએ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી અને પરમ પિતા પરમાત્મા આ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ખૂબ જ રોશની લાગણી છે અને આમ આદમી પાર્ટી સહિત તમામ લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે.
પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ઢુંડીયા પીપળીયા ગામે રાત્રીના અંધારામાં ચકુભાઈ રોખોલીયા અને તેમના પત્ની કુવરબેન રાખોલીયાની બેરહેમ હત્યારાએ કરપીણ હત્યા કરી, આ ઘટના આપણા તમામ લોકો માટે ખૂબ જ દુઃખદ અને એક ગંભીર પ્રકારની ઘટના છે. ગામડાઓમાં આજે વડીલો એકલા રહેતા હોય કારણ કે પરિવારના લોકો કામ ધંધા અર્થે બહાર મુકામે ગયા હોય, ત્યારે આવી ઘટના ઘટે એ ખૂબ જ ગંભીર બાબત છે. લોકો કાયદો અને વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ કરીને બહાર જતા હોય છે એવા સમયમાં અપરાધીઓ જ્યારે કાયદાનો ડર ભૂલીને હચમચાવી નાખી તેવો અપરાધ કરતા હોય તે ખૂબ જ ગંભીર બાબત છે. અમારી માંગ છે કે આ ઘટનાના આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી લેવામાં આવે અને કાયદો વ્યવસ્થાની એવી મજબૂત સિસ્ટમ તૈયાર કરવામાં આવે જેનાથી અપરાધીઓમાં એક ડર ફેલાય. તો તેના માટે સરકાર તમામ પ્રકારના પ્રયત્નો કરે તેવી અમારી માંગ છે. આ ઘટના ઘટી છે, હવે બીજી વાર આવી ઘટના ન ઘટે એ રીતની વ્યવસ્થા ઉભી કરવા માટેની અમારી તંત્ર પાસે અને ખાસ કરીને પોલીસ તંત્ર પાસે છે