રાષ્ટ્રીય

ગ્વાલિયરમાં બેફામ ટ્રકે મંદિરે જતા શ્રદ્ધાળુઓને કચડ્યાં, ૧૩નાં મોત

નવરાત્રીના આ દિવસો ભારે હોય તેવું લાગે છે. કલકત્તામાં દુર્ગા પૂજાના પંડાલમાં થયેલી નાશ ભાગ પછી મધ્યપ્રદેશના ગ્વાલિયર માંથી પણ એક દુ:ખદ ઘટના સામે આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર અહીં નવરાત્રી નિમિત્તે શીતળા માતાના મંદિરે જ હતા દર્શનાર્થીઓ પર બેકાબુ ટ્રક ફરી મળ્યો હતો. આ ઘટનામાં ૧૩ લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
જાણવા મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આવેલા શીતળા માતા મંદિરના રસ્તા પર આ દુર્ઘટના થઈ હતી. દુર્ઘટનામાં મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને અનાજ ભરેલા ટ્રકે કચડી નાખ્યા હતા. આ ઘટનામાં ઘાયલને તુરંત જ સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘાયલ લોકોમાં બે પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.
શીતળા માતા મંદિર જતા દર્શનાર્થીઓ સાથે બનેલી દુર્ઘટનામાં ગ્વાલિયરના એસએસપી ધર્મવીર સિંહે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ટ્રક છીનોરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન મંદિર નજીકના રોડ પર ઢાળ પર ટ્રક બેકાબુ થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મંદિર તરફ જતા રસ્તા પર ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોડી રાત્રે જ્યારે આ રસ્તા પર અનાજ ભરેલો ટ્રક પહોચ્યો તો પોલીસે તેને રોક્યો. પરંતુ ટ્રક રોકાયો નહીં અને બેરીકેડ તોડી ઢાળ પર પૂરપાટ ઝડપે ઉતરી ગયો. અને જાેરદાર ધમાકા સાથે ટ્રક મંદિરની દિવાલ અને ગેટ સાથે ટકરાયો. આ સમયે મંદિર પાસે શ્રદ્ધાળુઓ હાજર હતા જે ટ્રક નીચે દબાઈ ગયા.
ધડાકાભેર ટ્રક મંદિરની દિવાલ અને ગેટ સાથે અથડાતા કુલ ૩૯ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી તે લોકોને ડોક્ટરે મૃત જાહેર કર્યા જ્યારે પાંચથી છ લોકો એવા છે જેમને ગંભીર ઇજાઓ થઈ છે. અન્ય લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે જેમની પણ સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
આ દુર્ઘટના મામલે જિલ્લા કલેક્ટર એ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે નવરાત્રી દરમિયાન રસ્તા પર બેરીકેટ અને પોલીસના ચેકપોટ હતા તેમ છતાં બેરીકેટ તોડીને ટ્રક મંદિરના રસ્તા પર કેવી રીતે પહોંચી ગયો તે મામલે તપાસ કરવામાં આવશે. જેમાં ટ્રક પણ ટેકનિકલ તપાસ માટે આરટીઓની ટીમને સોંપવામાં આવશે. જેના પરથી જાણી શકાશે કે વાહનમાં કોઈ ખરાબી હતી અને આ દુર્ઘટના થઈ છે કે પછી બેદરકારીના કારણે. ગ્વાલિયર કલેકટર જણાવ્યું છે કે તંત્ર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને સુરક્ષા સંબંધિત દરેક બાબતની તપાસ કરી રહી છે.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અનિયંત્રિત ટ્રકની અડફેટે આવવાથી પંદર લોકોના મોતની દુર્ઘટના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. પીએમઓએ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ-પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે, સાથે જ ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની કામના કરી છે.

Related posts

વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું

GUJARAT NEWS DESK TEAM

બિહારના નિવૃત્ત પત્રકારોને 15,000 રૂપિયા પેન્શન મળશે

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદીએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

GUJARAT NEWS DESK TEAM

કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી સુચિતા ઉગલેએ જીવન ટૂંકાવ્યુ

ભારતને બુદ્ધિમત્તાના લેવા યુયુગનું નેતૃત્વવાધનનેગૌતમ અદાણીનીહાકલ

GUJARAT NEWS DESK TEAM

તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત… મૃત્યુઆંક વધવાની શક્યતા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment