મારું શહેર

ગુજરી બજારના પાથરણાવાળાઓનું હલ્લાબોલ

અમદાવાદ શહેરના ઐતિહાસિક હેરિટેજ ગુર્જરી બજાર વાળા ગરીબ શ્રમિકો સ્ટ્રીટ વેન્ડિંગ લાઇસન્સ ધરાવતા હોવા છતાં તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર એક જ દિવસે રવિવારે ચાલતા બજારને બંધ કરાતા ૭૦૦ જેટલા પરિવારો ભૂખમરા ના ખપ્પર મા હોમાતા શ્રમિકો દ્વારા કરવામાં આવેલ ઉગ્ર વિરોધ પ્રદર્શન

માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ તથા  વિક્ટોરિયા ગાર્ડન ગુર્જરી સેવા ટ્રસ્ટના પ્રમુખ  અશોકભાઈ કહાર,નટુભાઈ સોલંકી તથા અશોક રાઠોડ એક સંયુક્ત અખબારી નિવેદનમાં જણાવે છે કે, અમદાવાદ શહેરમાં દર રવિવારે ઐતિહાસિક હેરિટેજ ગુર્જરી બજાર લાગે છે જેમાં ખમાસા ચાર રસ્તાથી વિક્ટોરિયા ગાર્ડન એક જ દિવસે લાગતા બજારમાં ખીલ્લી થી લઈને ઘરવખરી ની તમામ વસ્તુઓ જુના નવા કપડા,પુસ્તકો,લોખંડ ની વસ્તુઓ,ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, એન્ટિક વસ્તુઓ,રાચ રચીલું તે ઉપરાંત જુદી જુદી વસ્તુઓ અઠવાડિયા દરમિયાન ભેગું કરીને તેને રીપેરીંગ કરી અઠવાડિયાની મહેનત બાદ રવિવારે પથારો લગાવી વેચે છે તેઓ સવારથી આખો દિવસ તડકામાં ઠંડીમાં વરસાદમાં વેચી રોજગારી મેળવે છે પાથરણા વાળા ના કારણે ટ્રાફિક સમસ્યા થાય છે તે વાતો વાહીવાત અને તદ્દન ખોટી છે બજારમાં આવતા લોકોની ભીડ બજારમાં હોવાથી એક જ બજાર,એક જ રોડ, એક જ વારે અને એક જ સમયે હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપિત હીતો માટે આઝાદી પહેલાથી લાગતા આ બજારના પાથરણા વાળા શ્રમિકો સ્ટ્રીટ વેન્ડર લાઇસન્સ,શ્રમિક કાર્ડ અને પ્રધાનમંત્રી સ્વનિર્ભર યોજના હેઠળ ધંધા અર્થે લોન આપી હોવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તેઓને દૂર કરાતા ૭૦૦ જેટલા પરિવારો ભૂખમરા ના ખપ્પરમાં હોમાઈ ગયા છે ગરીબ મધ્યમ અને પછાત વર્ગ ના શ્રમિકોના વિશાળહીત માં વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી રોજી ચાલુ રાખવા માનવ અધિકાર ગ્રુપ ના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ તથા શ્રી વિક્ટોરિયા ગાર્ડન ગુર્જરી સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અશોકભાઈ કહાર ની આગેવાની હેઠળ ગુર્જરી બજાર ખાતે અસરગ્રસ્ત શ્રમિકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી રોજી રોટી ગુમાવતા શ્રમિકો મૃત અવસ્થા મા આવી ગયા હોવાનુ પ્રતિક રૂપે મહિલા સફેદ કાપડ સાથે સુઇ ગઇ હતીસ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન શ્રી કમલેશ પટેલ ને આવેદનપત્ર આપી વિગતવાર રજૂઆત કરવામા આવી હતી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યા સુધી રોજી રોટી ચાલુ રાખવા માંગ કરી હતી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામા આવશે તો મ્યુનિસિપલ કોર્પોરેશન ની તમામ શર્તો અમો ને કબુલ મંજૂર છે અને જે પણ ભાડુ ભરવાનુ નકકીથાયતે ભરવાની ખાત્રી પ્રતિનિધિ મંડળે આપી હતી કાર્યક્રમ માં અગ્રણીઓ સર્વ શ્રી જ્યોર્જ ડાયસ, અશોકભાઈ કહાર,નટવરભાઈ સોલંકી, અજય કહાર,ભરતભાઇમકવાણા,ભારતીબેન બોડાણા,નાઝીમ શેખ,દયાબેન મંજીભાઇ,બબીબેન વાધેલા વગૈરે મોટીસંખ્યા મા ઉપસ્થિત રહા હતા જેમા વિધવાબહેનો વૃધ્ધા મહિલાઓ મોટી સંખ્યા મા જોડાયા હતા

Related posts

અમદાવાદમાં 30મી નવેમ્બરે ‘9મી અદાણી અમદાવાદ મેરેથોન’ નું ભવ્ય આયોજન : 24,000+ રનર્સ ચાર રેસ કેટેગરીમાં ભાગ લેશે

GUJARAT NEWS DESK TEAM

ફાંસીની સજાના અમલ પર ૩ મહિનાનો સ્ટે, આરોપીઓ જશે સુપ્રીમ કોટ

પ્રોજેક્ટ જીવન સેતુ નો આરંભ

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં

GUJARAT NEWS DESK TEAM

 સન્માન મહોત્સવ બાળકો-શિક્ષકો સૌને માટે પ્રેરણાનો મહોત્સવ -ડૉ.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ માં હાટકેશ્વર ઓવરબ્રિજ ધરાશાયી કરવાની સાથે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો

Leave a Comment