રાષ્ટ્રીય

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! ૪૩ મહિનાનો રેકોર્ડ તૂટ્યા

દેશમાં મોંઘવારી સામાન્ય જનતા અને અર્થતંત્રનો પીછો છોડવાનું નામ નથી લઈ રહી. મે ૨૦૨૬ માં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને ૯.૬૮% ની ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે, જે એપ્રિલ મહિનામાં ૮.૨૬% હતો.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ ઇંધણ અને વીજળીના ભાવમાં થયેલો તોતિંગ વધારો છે. આ વખતે મંત્રાલયે એક મહત્વનો બદલાવ કરતા, જૂના આધાર વર્ષ ૨૦૧૧-૧૨ ને બદલીને નવા આધાર વર્ષ ૨૦૨૨-૨૩ ના આધારે આ આંકડા જાહેર કર્યા છે.
આ વખતે જથ્થાબંધ ફુગાવામાં સૌથી મોટો ઉછાળો ઇંધણ અને વીજળી ક્ષેત્રમાં જાેવા મળ્યો છે. એપ્રિલમાં આ ક્ષેત્રનો ફુગાવો ૨૪.૮૯% હતો, જે મે મહિનામાં વધીને ૩૦.૩૩% થઈ ગયો છે. તેમાં પણ ખનિજ તેલના ભાવમાં ૪૯.૮૨% અને ક્રૂડ ઓઇલ તેમજ કુદરતી ગેસના ફુગાવામાં ૬૧.૫૧% નો મોટો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક તેલ બજારમાં જે ઉથલપાથલ મચી છે, આ તેની જ સીધી અસર છે.
ખેતી અને ખાણકામ સાથે જાેડાયેલી પ્રાથમિક ચીજવસ્તુઓનો ફુગાવો પણ મે મહિનામાં વધીને ૪.૯૯% થયો છે, જે એપ્રિલમાં ૩.૭૮% હતો. આ ઉપરાંત બિન-ખાદ્ય ચીજવસ્તુઓમાં ૯.૪૯% નો વધારો જાેવા મળ્યો છે. ફેક્ટરીઓમાં બનતી ચીજવસ્તુઓ (મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ) નો ફુગાવો પણ એપ્રિલના ૬.૬૮% થી વધીને મે મહિનામાં ૭.૪૮% એ પહોંચ્યો છે. ખાસ કરીને કેમિકલ્સ, બેઝિક મેટલ્સ (ધાતુઓ) અને કાપડના ભાવમાં મોટો વધારો થયો છે.
મે ૨૦૨૬ માં ઉઁૈં ફૂડ ઇન્ડેક્સ મુજબ ખાવા-પીવાની ચીજાેનો ફુગાવો ૩.૧૧% થી વધીને ૪.૪૯% થયો છે. ખાદ્ય તેલ, ઇંડા, માંસ, માછલી અને અન્ય ડેરી પ્રોડક્ટ્સ મોંઘી થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જાેકે, સામાન્ય માણસ માટે રાહતના સમાચાર એ છે કે કઠોળ, બટાકા અને ડુંગળીના ભાવ ગયા વર્ષની સરખામણીએ હજુ પણ નીચા સ્તરે છે.
સરકારે જથ્થાબંધ ફુગાવાની ગણતરીને વધુ સચોટ બનાવવા માટે મોટો ફેરફાર કર્યો છે. હવે આધાર વર્ષ ૨૦૧૧-૧૨ ના બદલે ૨૦૨૨-૨૩ કરવામાં આવ્યું છે અને લિસ્ટમાં વસ્તુઓની સંખ્યા પણ ૬૯૭ થી વધારીને ૯૫૭ કરી દેવાઈ છે. આ સાથે જ સરકારે આજે આઉટપુટ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ અને સર્વિસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ પણ જાહેર કર્યા છે, જેમાં બેંકિંગ, વીમા, ટેલિકોમ, રેલ્વે અને હવાઈ મુસાફરી જેવી સેવાઓનો સમાવેશ થાય છે. હવે પછીનો એટલે કે જૂન ૨૦૨૬ નો ફુગાવાનો રિપોર્ટ ૧૪ જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. ે

Related posts

સેબી ક્લીન ચીટ: અદાણી કહે છે કે કપટી રિપોર્ટનો ઉપયોગ કરીને ખોટી વાતો ફેલાવનારાઓએ માફી માંગવી જોઈએ

GUJARAT NEWS DESK TEAM

પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના પેટ્રોલિયમ મંત્રીના સંકેત

કંગના રનૌત વિરુદ્ધ લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

NEET ૨૦૨૬ પેપર લીક કેસમાં CBI દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ

દારૂની દુકાનો બંધ કરવાના ર્નિણયથી ખુશ કમલ હાસને વિજયની ખૂબ પ્રશંસા કરીં,ભાઈએ પોતાનું વચન પૂરું કર્યું

ગુજરાતમાંથી વર્ષાબેન દોશી સહિત ૪ નેતાને રાષ્ટ્રીય સ્તરે મળી મોટી જવાબદારી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment