ગુજરાત

કોઠારી સ્વામીએ કહ્યું- હનુમાનજી તો બધાના છે


બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં કોપીરાઈટ મામલે છેલ્લા ઘણા દિવસથી વિવાદ સર્જાયો છે.
આ મુદ્દે સનાતન સંતોથી લઈને વિવિધ હિન્દુ સંગઠનો અને બ્રહ્મ સમાજ દ્વારા આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો સમગ્ર મામલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ચીમકી આપતા કહ્યું હતું કે, જાે ધર્મ વિરોધી પ્રવૃત્તિ બંધ નહીં કરે તો કાયદાકીય લડત કરાશે. આ મુદ્દે વિવાદ વકરતા સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ કોપીરાઈટ મામલે સ્પષ્ટતા કરી છે.
સાળંગપુરના સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું કે, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ વતી હું સ્પષ્ટતા કરું છું, કોપીરાઈટ માત્ર “કિંગ ઓફ સાળંગપુર” મૂર્તિની સુરક્ષા માટે જ છે. હનુમાનજી તો સૌના છે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવા ચાલી રહી છે કે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાનજીના કોપીરાઈટ લઈ લીધા છે અને હવે કોઈ ભક્ત સંસ્થાની મંજૂરી વગર નવું મંદિર કે હનુમાનજીનું નામ રાખી શકશે નહીં. સાળંગપુર મંદિર આ બાબતને તદ્દન ખોટી અને ગેરસમજ ગણાવે છે. વાસ્તવિકતા અને કાયદાકીય પગલાનું આ કારણ છે.
તેમણે કહ્યું કે, સાળંગપુર ધામ ખાતે ૫૪ ફૂટ ઊંચી દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જેના કેટલાક લેભાગુ તત્વો અને ધંધાદારીઓએ ભક્તોને છેતરવાનું મોટું નેટવર્ક શરૂ કર્યું છે. નકલી પ્રસાદ અને સાહિત્યની અંદર પણ સાળંગપુર ધામના નામે નકલી મૂર્તિઓ, વાઘાના ફોટાઓ, માળા અને દોરા-તિલકનું ગેરકાયદેસર વેચાણ શરૂ કરાયું છે.
ઓનલાઈન પણ ખૂબ મોટાપાયે છેતરપિંડીઓ ચાલું છે. સાળંગપુર ધામની નકલી વેબસાઈટ અને સોશિયલ મીડિયાના પેજ બનાવીને ભોળા ભક્તો પાસેથી નકલી રૂમ બુકિંગ, દાન અને સેવાના નામે કરોડો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે, તેવું કાઠારી સ્વામીએ કહ્યું છે.
વિવેકસાગર સ્વામીએ કહ્યું કે, એક વ્યક્તિએ તો સાળંગપુર ધામના નામે વર્લ્ડ ટ્રેડ માર્ક મેળવવા માટે પણ અરજી કરી દીધી હતી. તેથી હનુમાનજી મંદિર તરફથી હું સ્પષ્ટતા કરી રહ્યો છું, આવી મોટી છેતરપિંડી અને મોટી આર્થિક લૂંટથી ભોળા ભક્તોને બચાવવા માટે કાનુની નિષ્ણાંતોની સલાહથી માત્ર સાળંગપુર ધામ સ્થિત કિંગ ઓફ સાળંગપુરની વિશિષ્ટ મૂર્તિ, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગોના જ અમે કોપીરાઈટ અને ટ્રેડ માર્ક લીધા છે. હનુમાનજીના કોપીરાઈટ કે ટ્રેડ માર્ક લેવામાં આવ્યા નથી. સમસ્ત ભગવાનના કોપીરાઈટ ક્યારેય કોઈ વ્યક્તિને મળી જ ન શકે. હનુમાનજી સદૈવ સૌના હતા, છે અને રહેશે.ે

Related posts

નિકોલ વિધાનસભાના  વિરાટનગર અને ઓઢવ વોર્ડ ખાતે  નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

GUJARAT NEWS DESK TEAM

વડોદરામાં યુવાનના મોત માટે CM અને વડોદરા મનપાના શાસકો જવાબદાર, CM ને વિકાસ બતાવવા રાતોરાત ખાડા ખોદવામાં આવ્યા જેમાં પડી જતા યુવાનનું મૃત્યુ થયું : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી

GUJARAT NEWS DESK TEAM

FGD નિયમમાં છૂટછાટથી પ્રતિ યુનિટ વીજ ઉત્પાદન ખર્ચ 25-30 પૈસા ઘટશે જેનો સીધો લાભ ગ્રાહકોને થશે

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા

GUJARAT NEWS DESK TEAM

AAP નેતા જીગીશા પટેલ સાથે મહિલાઓ પાણીના બેડાં લઇને આવેદનપત્ર આપવા પહોંચી

Leave a Comment