ગુજરાત

નિકોલ વિધાનસભાના  વિરાટનગર અને ઓઢવ વોર્ડ ખાતે  નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષપ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાઓને નવુ વર્ષ સુખમય રહે, પ્રગતીમય રહે તેવી શુભકામના
 – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા.
—-
નિકોલ વિઘાનસભામાં જે સ્નેહ મિલન થાય છે તે વિશેષ હોય છે કારણ કે અંહી જે ભોજન પ્રસાદ તૈયાર કરવામાં આવે છે તે કાર્યકર્તાઓએ આપેલ મુઠીભર રાશનના યોગદાનથી બનાવવામાં આવે છે. – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
આજે મારી જેટલી જવાબદારી વધી છે તેટલી જ તમારી જવાબદારી પણ વધી છે. દરેક કાર્યકર્તાઓને નિકોલ વિઘાનસભાને વધુ મજબૂત કરવાની જવાબદારી સોપુ છું.  – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
દેશ અને રાજયમાં કેટલાય લોકો નાની-મોટી વસ્તુનુ ઉત્પાદન કરે છે તેમની વસ્તુનુ માર્કેટીગની જવાબદારી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે લીધી અને તેમના બ્રાન્ડએમ્બેસડર બન્યા છે, દેશની જનતાને આહવાહન કર્યુ કે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ.
– શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
વડાપ્રધાનશ્રીએ દેશને એક સારુ સુશાસન આપ્યું, આતંકવાદ અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતી અપનાવી અને 21મી સદીના વિકાસમાં આજે ભારત સર્વોચ સ્થાને છે. – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
ગુજરાત આજે આખા દેશનું નહી પણ વિદેશનુ પણ મેડિકલ હબ, ડિફેન્સ હબ,ટુરિઝમનું હબ બન્યું છે. – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
આજે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આખા દેશ અને વિદેશમા સૌથી વઘારે ટુરિસ્ટ આવે છે અને તેના કારણે આજે આજુબાજુના વિસ્તારના લોકોને રોજગારી મળે છે. – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
આજે દર 500 મીટરે અમદાવાદ કોર્પોરેશને ગાર્ડન,અર્બન હેલ્થ સેન્ટર,પાર્ટી પ્લોટ,કોમ્યુનીટી સેન્ટર કે કોર્પોરેશનની સ્કુલનુ નિર્માણ કરવામાં આવ્યું છે આ છે વિકાસની રાજનીતી. – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
મારુ આગણું, મારુ ઘર, મારી સોસાયટી, મારો વિસ્તાર સ્વચ્છ રાખીશ, કચરો કચરા પેટીમાંજ નાખીશ આ સંકલ્પ લઇએ. – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
દેશના વડાપ્રધાનશ્રીએ એક પેડ મા કે નામનો સંકલ્પ આપ્યો છે તે સંકલ્પ ને પુર્ણ કરવા આપણે સૌ એક વૃક્ષ અચુક વાવીએ. – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર યાત્રામાં આપ સૌ ભાગ લો તે માટે આમંત્રણ – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
વડાપ્રધાનશ્રી હમેંશા કહે છે કે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ  વિશ્વાસથી કહી શકે કે છે કે આ કામ આપણે જ કરી શકીશું. – શ્રી પ્રેરકભાઇ શાહ
—-
        ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં નિકોલ વિઘાનસભાના વિરાટનગર અને ઓઢવ વોર્ડ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના પ્રમુખશ્રી પ્રેરકભાઇ શાહે સ્વાગત પ્રવચન કર્યુ હતું.
            શ્રી પ્રેરકભાઇ કાર્યકર્તાઓને નવા વિર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું કે આદરણીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશને 2014થી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપ્યો છે અને તે માટે પ્રયત્ન પણ કર્યા છે. કોરોના કાળમાં સ્વદેશી વેક્સીન અને માસ્ક બનાવવા પ્રેરીત કર્યા તેમજ સરંક્ષણમાં પણ સ્વદેશી હથિયારોનું ઉત્પાદન કરવા પ્રેરણા આપી છે. વડાપ્રધાનશ્રી હમેંશા કહે છે કે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ  વિશ્વાસથી કહી શકે કે છે કે આ કામ આપણે જ કરી શકીશું.
                સ્નેહમિલન કાર્યક્રમમાં શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું કે, કાર્યકર્તાઓને તેમજ તેમન પરિવારજનને નવા વર્ષની શુભકામના પાઠવી કે દરેક કાર્યકર્તાઓ અને  ઉપસ્થિત સૌનુ નવુ વર્ષ ખૂબ જ સુખદાયી નીવડે તેવી શુભકામના પાઠવી. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક કે સક્રિય સભ્ય હોવું તે પણ એક સ્વાભિમાનની વાત છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દિવાળી પછી સ્નેહ મિલનના કાર્યક્રમો કરતા હોય છે. ગુજરાતમાં પણ ભાજપના તમામ કાર્યકર્તાઓ દિવાળી પછી સ્નેહમિલન કાર્ચક્રમ યોજાય છે જેમાં બુથનો કાર્યકર્તા હોય કે ચૂંટાયેલ પાંખના સભ્યો હોય તેમજ પ્રદેશ કે રાષ્ટ્રીય સ્તરના કાર્યકર્તાઓ એક પરિવારની ભાવના સાથે જોડાય છે. નિકોલ વિઘાનસભામાં જે સ્નેહ મિલન થાય છે તેમાં ભોજન પ્રસાદ કાર્યકર્તાઓને ઘરે આમંત્રણ આપી મુઠીભર રાશનનું યોગદાનથી બનાવવામાં આવે છે આનાથી પરિવારની ભાવના વધુ દ્રઠ બને છે. આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ,દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી સહિત રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ,શ્રી સી.આર.પાટીલ સાહેબે તમારા વચ્ચે રહેતા કાર્યકર્તાને પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી .આજે મારી જેટલી જવાબદારી વધી છે તેટલી જ તમારી જવાબદારી પણ વધી છે. દરેક કાર્યકર્તાઓને નિકોલ વિઘાનસભાને વધુ મજબૂત કરવાની જવાબદારી સોપુ છું.
            શ્રી જગદીશભાઇએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સાશનકાળની ધુરા સંભાળી તેને 24 વર્ષ પુર્ણ થયા અને આજે 25 વર્ષ ચાલી રહ્યુ છે . ગુજરાતના મુખ્યમંત્રી થી લઇ આજે દેશના વડાપ્રધાન તરીકે પણ સતત પંડિત દિન દયાળ ઉપાધ્યાયજીની વિચારધારને અનુરૂપ કામ કરી રહ્યા છે. આજે દેશના છેવાડાના માનવીને પણ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાનો લાભ મળે છે. વડાપ્રધાનશ્રીએ દેશને એક સારુ સુશાસન આપ્યું, આતંકવાદ અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતી અપનાવી અને 21મી સદીના વિકાસમાં આજે ભારત સર્વોચ સ્થાને છે. વડાપ્રધાનશ્રીએ દેશની 140 કરોડ જનતા માટે જે જે વિકાસના પ્રકલ્પોના ખાતમૂહુર્તના કાર્યો કર્યા છે તેનુ લોકાર્પણ તેમને જ કર્યુ છે. આપણા સાંસ્કૃતિક ઘરોહરને સાચવવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યુ છે. દેશવાસીઓમાં હર ઘર તિરંગા અભિયાન થકી રાષ્ટ્રવાદનો પ્રેમ વધુ મજબૂત બનાવ્યો છે. જન શક્તિ,ઉર્જા શક્તિ,જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ થકી વડાપ્રઘાનશ્રીએ નવા ભારતની પરિકલ્પના પુર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. આજે ગુજરાત આખા દેશનું નહી પણ વિદેશનુ પણ મેડિકલ હબ, ડિફેન્સ હબ,ટુરિઝમનું હબ બન્યું છે. આજે લાભપાંચના દિવસે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત છે તે મારા માટે ગૌરવની વાત છે.
              શ્રી જગદીશભાઇએ ગુજરાતમાં ટુરિઝમના વેગ અંગે જણાવ્યું કે, આજે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આખા દેશ અને વિદેશમા સૌથી વઘારે ટુરિસ્ટ આવે છે અને તેના કારણે આજે આજુબાજુના વિસ્તારના લોકોને રોજગારી મળે છે. સોમનાથ પહેલા જતા હશો અને આજે જતા હશો તેમા કેટલો બદલાવ આવ્યો છે તેવી જ રીતે અંબાજી,પાવાગઢ કે બહુચરાજી મંદિર હોય તે તમામ સ્થળે આજે  ઘણો વિકાસ થયો છે. કચ્માં ભુકંપમાં જે લોકોના મૃત્યુ થયુ હતુ તેમની યાદમાં ગાંઘીઘામમાં સ્મૃતિવન બન્યુ છે. વિદેશમાં જે લોકો ફરવા આવતા હતા તેના કરતા આજે ભારત અને ગુજરાતમાં ટુરિસ્ટમાં નોંધપાત્ર વઘારો થયો છે. ચોમાસામાં પાણીની સમસ્યા ના નિવારણ માટે વડાપ્રઘાનશ્રીએ શરૂ કરેલ પ્રોજેકટને પરિપુર્ણ કરવા અંદાજે 1500 કરોડ રૂપિયા પુર્વ પટ્ટા માટે મજુંર કર્યા છે તે મારી રાજકીય જીવનની અંદર ખૂબ મોટુ કામ પુર્વ પટ્ટાના લોકો માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કર્યુ છે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આજે દર 500 મીટરે અમદાવાદ કોર્પોરેશને ગાર્ડન,અર્બન હેલ્થ સેન્ટર,પાર્ટી પ્લોટ,કોમ્યુનીટી સેન્ટર કે કોર્પોરેશનની સ્કુલનુ નિર્માણ કરવામાં આવ્યું છે આ છે વિકાસની રાજનીતી. દેશને વિકાસની રાજનીતીની ભેટ કોઇએ આપી હોય તો તે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપી છે.
               શ્રી જગદીશભાઇએ મન કી બાતના કાર્યક્રમનો ઉલ્લેખ કરતા  જણાવ્યું કે,દેશ અને રાજયમાં કેટલાય લોકોએ નાની-મોટી વસ્તુનુ ઉત્પાદન કરે છે તેમની વસ્તુનુ માર્કેટીગની જવાબદારી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે લીધી અને તેમના બ્રાન્ડએમ્બેસડર બન્યા છે અને દેશની જનતાને આહવાહન કર્યુ કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ. આ વખતે દેશના લોકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના સ્વદેશી અભિયાનને ઝીલ્યો છે અને વડાપ્રધાનશ્રી ને સ્વદેશી વસ્તુની પ્રેરણા માટે આભાર માનતો પત્રો લખ્યા છે. વડાપ્રધાનશ્રીએ દેશમાં ઓબેસીટી ઘટાડવા  બહેનોને જમવામાં રોજના 10 ટકા તેલનો ઓછો ઉપયોગ કરવા વિનંતી કરી છે તેને પણ સૌ  બહેનો રોજીંદા જીવનમાં અપવાને તેનાથી આપણને સૌને લાભ થશે. નવા વર્ષમાં સંકલ્પ લેવા વિનંતી કરી કે મારુ આગણું, મારુ ઘર, મારી સોસાયટી અને મારો વિસ્તાર સ્વચ્છ રાખીશ, કચરો કચરા પેટીમાંજ નાખીશ આ સંકલ્પ લઇએ તો આપણા વિસ્તાર પણ સ્વચ્છ રહેશે. રાજયને પ્લાસ્ટીક મુક્ત બનાવીએ તો તેનો બહુ જ મોટો ફાયદો આપણને સૌને થશે. દેશના વડાપ્રધાનશ્રીએ એક પેડ મા કે નામનો સંકલ્પ આપ્યો છે તેમા આપણે સૌ એક વૃક્ષ વાવીએ તેનાથી ભાવી પેઢીને ફાયદો થશે અને આપણને પણ થશે. સરદાર સાહેબની 150મી જન્મજંયતિ નિમિતે આખા દેશભરમાં 10 દિવસ પદયાત્રા ચાલશે ત્યાર બાદ આખાદેશમાંથી લોકો કરમસદ આવશે અને કરમસદથી કેવડિયા 150 કિમીની પદયાત્રા થવાની છે.સૌને વિનંતી કે સરદાર સાહેબને 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર યાત્રામાં જોડાય તેનુ આમંત્રણ પાઠવું છે.
         આ કાર્યક્રમમાં શહેરના પ્રમુખશ્રી પ્રેરકભાઇ શાહ,સાંસદશ્રી હસમુખભાઇ પટેલ, કર્ણવાતી મહાનગરના મંત્રીશ્રી પરેશભાઇ, પ્રદેશ સો.મીડિયાના કન્વીનરશ્રી મનનભાઇ દાણી, વોર્ડના પ્રમુખશ્રી ધર્મેશભાઇ,નિકોલ અને ઓઢવ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

GUJARAT NEWS DESK TEAM

ભારતીય વાયુ સૈના દ્વારા પંદરમી ઓગષ્ટ નિમિત્તે બેન્ડનું પરફોર્મન્સ

GUJARAT NEWS DESK TEAM

જાંબુઘોડા તાલુકામાં ભાજપના નેતા મયંક દેસાઈ સામે મનરેગામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદની તપાસ કોણ દબાવે છે? :  અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

પુલ દુર્ઘટનામાં કડક પગલાં

રાજ્ય સરકાર દ્વારા ૧૧૫ પોલીસ અધિકારીઓની બદલીઓનો હુકમ

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીનાં રાજકોટ કાર્યાલયનું ઉદઘાટન કરતા ઇશ્વરદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment