રાષ્ટ્રીય

તમિલનાડુના તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બસ કાર વચ્ચે અકસ્માતમાં સાતના મોત

તમિલનાડુના તિરુચિરાપલ્લી-ચેન્નઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગઈકાલે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા. ટાયર ફાટવાથી નિયંત્રણ ગુમાવતા તમિલનાડુ સ્ટેટ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ બે કાર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ તિરુચિરાપલ્લી થી ચેન્નઈ જઈ રહી હતી. કુડાલુર જિલ્લાના તિટુકુડીના ઉપતુરુ વિસ્તારમાં અચાનક ટાયર ફાટ્યું. ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો. અનિયંત્રિત બસ બેરિયર તોડીને રસ્તા પરથી પલટી ગઈ અને ચેન્નાઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલી બે કાર સાથે અથડાઈ. બંને કાર બસ નીચે ફસાઈ ગઈ અને કચડી ગઈ. કારમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતથી હાઇવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. બસ ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Related posts

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ

વનતારા ટીમ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્વાગત કરાયું

GUJARAT NEWS DESK TEAM

ઇરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગમાં સલાયાના ખલાસીનું કરૂણ મોત થયુ

NEET ૨૦૨૬ પેપર લીક કેસમાં CBI દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ

દરિયો ખંગાળવાનું ભારતનું મિશન

GUJARAT NEWS DESK TEAM

પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે NEET૨૦૨૬ની પરીક્ષા રદ, પેપરલીક બાદ તપાસના આદેશ

Leave a Comment