OTHER

અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે દીપોત્સવની ઉત્સાહભેર ઉજવણી, ‘લર્ન ટુ અર્ન’ના પાઠ શીખતા વિદ્યાર્થીઓ

AVMA ખાતે દીપોત્સવની ઉત્સાહભેર ઉજવણી, લર્ન ટુ અર્નના પાઠ શીખતા વિદ્યાર્થીઓ

અદાણી વિદ્યામંદિર અમદાવાદ(AVMA) વિદ્યાર્થીઓની સાથો-સાથ વાલીઓમાં પણ ઉદ્યોગસાહસિકતાના ગુણો વિકસાવવાના સ્તુત્ય પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં શાળામાં દિવાળી પર્વ પૂર્વે દિવાળી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં વિનામૂલ્યે શિક્ષણ લઈ રહેલા બાળકોના વાલીઓએ પોતાના સ્ટોલ્સ ઉભા કરી ચીજવસ્તુઓનું વેચાણ કર્યું હતું. આ નવતર અભિગમથી વિદ્યાર્થીઓને પણ ઉદ્યોગસાહસિક બનવાની પ્રેરણા મળી હતી.

આ વર્ષના દીપોત્સવ દરમિયાન અદાણી વિદ્યામંદિરનું પરિસર માત્ર ઝગમગતા દીવાઓથી જ નહીં પરંતુ તેની દિવાલોમાં પ્રજ્વલિત આશાઓ અને સપનાઓથી પણ રોશન થઈ ગયું. પરંપરા અને પરિવર્તનના અનોખા મિશ્રણ સાથે  આ ઉત્સવ શિક્ષણ અને સમુદાયની શક્તિના પુરાવા તરીકે ઉભરી આવ્યો. વિદ્યાર્થીઓ વાલીઓ પાસેથી ‘લર્ન ટુ અર્ન’ ના પાઠ શીખ્યા હતા!

આ દિવાળી મેળાની એક ખાસિયત એ હતી કે વિદ્યાર્થીઓના માતાપિતા દ્વારા સ્થાપિત સ્ટોલ પર તેમણે હાથથી બનાવેલી હસ્તકલા, સ્વાદિષ્ટ ખોરાક અને કલાકૃતિઓ પ્રદર્શિત કરી હતી. આ કુશળતા તેમણે AVMA ની ચાલુ કૌશલ્ય-નિર્માણ પહેલ દ્વારા વિકસાવી હતી. વેચાણની ચીજવસ્તુઓ આત્મનિર્ભરતાનો પ્રકાશ અને આર્થિક સશક્તિકરણ તરફનો સઘન પ્રયાસ હતો..  સ્ટોલ્સ પર વિવિધ પ્રકારની ગીફ્ટ આઈટમ્સ, કાર્ડ્સ, આકર્ષક દીવાઓ, રંગબેરંગી તોરણો, કપડાંની વિવિધ બનાવટો, કોસ્મેટિક્સ અને હળવા નાસ્તાની ચીજવસ્તુઓ પણ રાખવામાં આવી હતી.

ટર્મ એન્ડ પેરેન્ટ-ટીચર મીટિંગ ઉપરાંત આ દીવાળી મેળો એક હૃદયસ્પર્શી મેળાવડો બની ગયો, જ્યાં શિક્ષકો અને માતાપિતા માત્ર પ્રગતિ અહેવાલોથી જ નહીં પરંતુ વિશેષ રીતે જોડાયેલા હતા. તેમાં AVMA નું સૂત્ર “ભણતર સાથે જીવન ઘડતર સાર્થક થતુ હતું.” શૈક્ષણિક અને જીવન કૌશલ્ય બંનેને પોષવા માટે શાળાની પ્રતિબદ્ધતાને તે મજબૂત બનાવે છે.

એક વાલીએ જણાવ્યું હતું કે, “AVMA ખાતે શિક્ષણ વર્ગખંડના દરવાજા સુધી જ મર્યાદિત નથી. તે અમારા ઘરોને પણ પ્રકાશિત કરે છે, તે અમારા આત્મવિશ્વાસને પોષે છે અને આજીવિકા રળવામાં મદદ કરે છે.” આ કાર્યક્રમમાં બાળકોની પ્રગતિ સહિત પરિવારોના સર્વાંગી વિકાસને પણ દર્શાવવામાં આવ્યોં હતો.

આ દીપોત્સવ એક ઉત્સવ કરતાં વધુ પરિવર્તન, એકતા અને અવનવુ શીખવાની ઉજવણીનો ઉત્સવ હતો. ગુણવત્તાયુક્ત શિક્ષણને આગળ ધપાવતા AVMA અનોખુ યોગદાન આપી રહ્યું છે.

Related posts

શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

બનાસકાંઠા જિલ્લાને રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ

GUJARAT NEWS DESK TEAM

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દરોડા કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની કોંગ્રેસ દ્વારા માંગ

GUJARAT NEWS DESK TEAM

કુમકુમ મંદિર દ્વારા “શિક્ષાપત્રી” ગ્રંથની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

GUJARAT NEWS DESK TEAM

સાંસદ પરિમલ નથવાણી એ વૃક્ષારોપણ કર્યું

GUJARAT NEWS DESK TEAM

અનંત અંબાણીએ સડક પર ઉતરીને પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment