ના તહેવારોમાં રાત્રે 8 થી 10 સુધી જ ફટાકડાં ફોડી શકાશે
દિવાળીના તહેવારો આવતાની સાથે ફટાકડાં ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશ અંતર્ગત ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. જેના અંતર્ગત રાજ્ય સરકારે વિદેશ તેમજ ચાઇનીઝ ફટાકડાંની આયાત તેમજ ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં, દિવાળીના તહેવારોમાં રાત્રિના 8 થી 10 દરમિયાન ફટાકડાં ફોડી શકાશે, જ્યારે જાહેર જગ્યાઓ પર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લદાયો છે.
દિવાળીના તહેવારોને હજુ એક અઠવાડિયાની વાર છે તેવા સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને મોટો નિર્ણય લેવાયો છે. સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાનમાં ગુજરાત સરકાર દ્વારા વિદેશી કે ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના અંતર્ગત જાહેર જગ્યાઓ ઉપર પણ ફટાકડા નહીં ફોડી શકાય તેવા પ્રકારની માર્ગદર્શિકા (ગાઈડલાઈન) જાહેર કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા જાહેર કરાયા મુજબ રાજ્યમાં ચાઈનીઝ સહિતના વિદેશી ફટાકડાની આયાત, વેચાણ તેમજ ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ રાજ્યમાં આ દિવાળીના તહેવારોમાં કોઈ પણ પ્રકારના ચાઈનીઝ ફટાકડાનું વેચાણ નહિ કરી શકાય. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નિયત સમયમાં જ ફટાકડાં ફોડી શકાશે તે અંગે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારે અવાજ અને ઘોંઘાટ કરતા ફટાકડા પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત જાહેરમાં ફટાકડા ન ફોડવા તેમજ રાત્રિના 8થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે તેવું માર્ગદર્શિકામાં જણાવાયું છે. એટલું જ નહીં, આવા ફટાકડાંનું ઈ કોમર્સ વેબસાઈટ પર પણ વેચાણ થઈ શકશે નહીં.
સુપ્રિમ કોર્ટના ઉક્ત આદેશ અન્વયે ગૃહ વિભાગનાં તા.૦૩/૧૧/૨૦૧૮નાં પરિપત્રથી દિવાળી તથા અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડાં ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પડાયેલી છે. જે અનુસાર સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશનર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવામાં આવે છે.
ઉક્ત પરિપત્રનો અમલ હાલમાં ચાલુ હોય તેમાં જણાવ્યા અનુસાર આગામી દિવાળી તથા અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન કાર્યવાહી કરવા જણાવાયું છે. જે અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશનર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળના જરૂરી પ્રતિબંધાત્મક આદેશો સત્વરે બહાર પાડી તેની : ૬લ ગૃહ વિભાગને ઈ-મેલ
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા
1. સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એનિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. આ સિવાયનાં તમામ પ્રકારનાં ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર નામ.સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
2. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકાયેલ છે.
3. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટનાં આદેશ મુજબ માન્ય રખાયેલા ફટાકડાઓનું જ પેચાણ કરવાનું રહેશે.
4. ઉપરાંત તમામ- કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારનાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે.
5. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે
6. દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે, તેમાં ફટાકડા રાત્રે ૮ થી ૧૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.