ગુજરાત

અદાણી ફાઉન્ડેશન દ્રારા સલાયા બીચ, માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉત્સાહભેર ઉજવણી

અદાણી ફાઉન્ડેશન દ્રારા સલાયા બીચ, માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉત્સાહભેર ઉજવણી

 

કચ્છ, માંડવી – અદાણી ફાઉન્ડેશન, જે કચ્છ જિલ્લામાં ટકાઉ વિકાસ અને સમુદાય કલ્યાણ માટે અગ્રેસર છે, એ સલાયા બીચ ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ભવ્ય ઉજવણી કરી. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો અનોખો સંદેશ સમાજમાં પ્રસરાવ્યો.

આ અભિયાનમાં સીમા જાગરણ મંચ, માંડવીના માછીમાર સમાજ, ખારવા સમાજ, ભારત વિકાસ પરિષદ, એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંડવીની NCC ટીમ, સલાયા પ્રાથમિક શાળા તથા ગવર્મેન્ટ સાયન્સ કોલેજ માંડવી જેવા અનેક સંગઠનો જોડાયા હતા. 150થી વધુ વિદ્યાર્થીઓ અને સમુદાય સભ્યોએ દરિયાકાંઠેથી કચરો દૂર કરી દરિયાઈ પરિસ્થિતિ તંત્રના સંરક્ષણ માટે અનોખું યોગદાન આપ્યું.

કાર્યક્રમના મુખ્ય અતિથિ વિધાયક શ્રી અનિરુદ્ધભાઈ દવે એ અદાણી ફાઉન્ડેશનના પ્રયત્નોની પ્રશંસા કરી અને દરિયાકાંઠાની જૈવવિવિધતા તથા દરિયાઈ જીવનને બચાવવા દરેક નાગરિકે પોતાનો ફાળો આપવો જરૂરી હોવાનું જણાવ્યું.

અદાણી ફાઉન્ડેશન પર્યાવરણ સંરક્ષણ માટે અનેક સતત પહેલો હાથ ધરે છે:

  • ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ – 35 શાળાઓ અને 5,000થી વધુ વિદ્યાર્થીઓ સાથે એકવાર ઉપયોગી પ્લાસ્ટિકના રિસાયકલિંગ અંગે જાગૃતિ.
  • પ્લાસ્ટિક-મુક્ત ગામો – બે ગામોને પ્લાસ્ટિક-મુક્ત ગામોના મોડલ રૂપે વિકસાવવા પ્રયાસ.
  • સમુદાય જાગૃતિ સત્રો – કચરાની અલગાવણી, પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને સ્થાનિક જૈવવિવિધતા સંરક્ષણ માટે નિયમિત કાર્યક્રમો.
  • મહિલા સ્વસહાય જૂથો – અત્યાર સુધી 7,000થી વધુ કાપડની થેલીઓનું ઉત્પાદન, પર્યાવરણમૈત્રી જીવનશૈલીને પ્રોત્સાહન.

અદાણી ફાઉન્ડેશન તળસ્તરીય અભિયાન અને લાંબા ગાળાની યોજના દ્વારા પર્યાવરણ સંરક્ષણ તથા સમાજને સશક્ત બનાવવાના કાર્યમાં અગ્રેસર રહી, નાગરિકો અને સંસ્થાઓને પ્રેરણા પૂરું પાડતું રહ્યુ છે.

 

Related posts

ગાંધીનગરમાં ડિફેન્સ ક્ષેત્રનો સેમિનાર યોજાયો

GUJARAT NEWS DESK TEAM

બ્રિજ દુર્ઘટના મામલે બાપુ સરકાર પર બગડ્યા

GUJARAT NEWS DESK TEAM

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા બાબતે પદયાત્રા યોજી

GUJARAT NEWS DESK TEAM

ભારે વરસાદની શક્યતા ના પગલે તંત્ર સ સજ્જ

GUJARAT NEWS DESK TEAM

દુબઈમાં યોજાયેલા એશિયા પેસિફિક સિટીઝ સમિટ એન્ડ મેયર્સ ફોરમ – 2025માં અમદાવાદના મેયર પ્રતિભા જૈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

GUJARAT NEWS DESK TEAM

શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment