ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025ની ગઇકાલે રાત્રે રમાયેલ મેચ ના રિજલ્ટ માં વડોદરા ની ટીમે નિર્ણાયક મેચ માં દિપેશ ઠાકુર અને આયુષ ઉપાધ્યાય ના 1-1 ગોલ ની મદદ થી રાજકોટ પર 2-1 થી વિજય મેળવેલ. રાજકોટ ના પ્લેયર ખુશ બોઘરા દ્વારા 1 ગોલ થયેલ તથા રાજકોટ ના માન પાંભર ને રફ ગેમ રમવા બદલ રેફ્રી દ્વારા 45 મી મિનિટે યેલ્લો કાર્ડ અને 75 મી મિનિટે રેડ કાર્ડ બતાવવામાં આવ્યુ હતું
બીજા મેચ માં વલસાડે સમર્થ ના 5 ગોલ, આર્ય મંગેલા ના 3 ગોલ, અયાન હસમાની ના 2 ગોલ, કારણ અને નેઈલ ના 1-1 ગોલ ની મદદ થી પોરબંદર પર 12-2 થી એકતરફી વિજય મેળવેલ. પોરબંદર ના યસ દવે અને સ્મિત સુરતી દ્વારા 1-1 ગોલ થયેલ.
આજ ના ત્રીજા મેચ માં આણંદ ના જીનય પટેલ ના 4 ગોલ, આદિત્ય પોલ, આરોન અને દિવ્યમ ના 1-1 ગોલ ની મદદ થી નવસારી પર 7-0 થી વિજય હાસિલ કર્યો હતો..
8 ગ્રુપ માથી ફર્સ્ટ 4 ગ્રુપ માં વડોદરા, વલસાડ, આણંદ અને ગાંધીનગર ની ટીમો પોતાના ગ્રુપ માં ટોપ કરી સુપરલીગ માં સ્થાન મેળવેલ છે.
9 જુલાઈ ના રોજ 4 મેચ રમાશે. મહેસાણા અને છોટાઉદેપુર વચ્ચે. દેવભૂમિ દ્વારિકા અને દાહોદ વચ્ચે. સુરત અને ભાવનગર વચ્ચે. જુનાગઢ અને અમદાવાદ વચ્ચે મૂકાબલો થશે..