તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના ચેવેલ્લા મંડલના ખાનપુર ગેટ ખાતે આજે સવારે છ વાગ્યાની આસપાસ થયેલા માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 19 મુસાફરોના મોત થયા છે. આ અકસ્માત એક ટીપર ટ્રક સાથે આરટીસી બસ અથડાતાં થયો હતો. બસમાં આશરે 70 લોકો સવાર હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ટીપર ડ્રાઇવર અને આરટીસી બસ ડ્રાઇવરનું પણ મોત થયું હતું. ટક્કર બાદ મુસાફરો પોતાની સીટમાં ફસાઈ ગયા હતા. ટીપર ટ્રક નીચે ફસાઈને આગળની પાંચ હરોળની સીટોને નુકસાન થયું હતું. મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. આ અકસ્માત હૈદરાબાદથી 40 કિલોમીટર દૂર થયો હતો.આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને મૃતકના વારસદારને બે-બે લાખ અને ઇજાગ્રસ્તને 50-50 હજારની સહાયની જાહેરાત કરી છે.