વરિષ્ઠ નાગરિકો વિવિધ પ્રકારની તબીબી સેવાઓ માટે સર્વાંગી કવરેજ મેળવી શકે તે સુનિશ્ચિત કરતી પહેલ
ગુજરાતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન્સ પૈકીની એક અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ્સ વૃદ્ધોના હેલ્થકેરના ક્ષેત્રે પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી હાથ ધરેલી એક અનોખી પહેલરૂપે ‘એલ્ડરલી ફર્સ્ટ’ પ્રિવિલેજ કાર્ડ લોન્ચ કર્યાની ગર્વભેર જાહેરાત કરે છે. વરિષ્ઠ નાગરિકોની સંભાળ માટે તબીબી સેવાઓ વધારવા માટે જ નહીં પરંતુ તેમના પ્રત્યેના અભિગમમાં ધરમૂળથી પરિવર્તનને પણ પ્રોત્સાહન આપવાના વિઝનથી સ્ટર્લિંગ હોસ્પિટલ્સે આ અત્યાધુનિક પ્રોગ્રામ રજૂ કર્યો છે. આ પહેલ તેમની અનોખી જરૂરિયાતો મુજબના વ્યાપક, સુલભ અને કરૂણાસભર હેલ્થકેર સોલ્યુશન્સ દ્વારા વરિષ્ઠ નાગરિકોને સશક્ત કરશે.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ખાતેના ઇન્ટરનલ મેડિસીન અને જીરીયાટ્રીક્સના ડિરેક્ટર ડો. યોગેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે “60 વર્ષથી વધુના લોકો માટે આ અનોખું ‘એલ્ડરલી ફર્સ્ટ’ કાર્ડ લોન્ચ કરતા સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ગર્વ અનુભવે છે જે વિશિષ્ટપણે જીરીયાટ્રીક્ કેર સુનિશ્ચિત કરશે. ગુજરાતના સિનિયર જીરીયાટ્રીક્ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે મને આ પહેલનો ભાગ બનતા ગર્વનો અનુભવ થાય છે, ખાસ કરીને જ્યારે ભારતમાં વૃદ્ધોની સંખ્યા 2050 સુધીમાં 20-30 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. જેમ બાળકોને પીડિયાટ્રિશિયનની જરૂર પડે છે તેમ વડીલોને પોલીફાર્મસી, માનસિક અને શારીરિક આરોગ્ય, રોજબરોજની પ્રવૃત્તિઓ અને મનોવૈજ્ઞાનિક પડકારોને મેનેજ કરવા માટે જીરીયાટ્રીશ્યનની જરૂર પડે છે જેઓ વિવિધ સ્પેશિયાલિસ્ટ્સની સેવાઓ લેવાના પગલે પડતા આર્થિક બોજને ઘટાડે છે.”
આ પહેલની વિગતો રજૂ કરતા સ્ટર્લિંગ હોસ્પિટલ્સ – અમદાવાદના ઝોનલ ડિરેક્ટર શ્રી રમણ ભાસ્કરે જણાવ્યું હતું કે “’એલ્ડરલી ફર્સ્ટ’ પ્રિવિલેજ કાર્ડ લોન્ચ કરતા અમે ખુશી અનુભવીએ છીએ જે સુનિશ્ચિત કરે છે કે સિનિયર સિટીઝનને વિવિધ પ્રકારની તબીબી સેવાઓ માટે સર્વાંગી કવરેજ મળે. આ કાર્ડધારકો સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુળની અત્યાધુનિક સુવિધાઓની સરળ એક્સેસ મેળવી શકશે તથા ટોચના હેલ્થકેર પ્રોફેશનલ્સની એપોઇન્ટમેન્ટ્સને સરળ રીતે શિડ્યુલ કરી શકશે. આ સરળ એક્સેસથી વરિષ્ઠ નાગરિકો સરળતા અને આત્મવિશ્વાસ સાથે તેમના આરોગ્યને પ્રાથમિકતા આપી શકશે.”
‘એલ્ડરલી ફર્સ્ટ સિલ્વર’ અને ‘એલ્ડરલી ફર્સ્ટ’ એમ બે કેટેગરીમાં રજૂ કરવામાં આવેલું આ કાર્ડ અદ્વિતીય લાભો પૂરા પાડે છે. નિવારાત્મક સંભાળથી માંડીને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને ગંભીર સ્થિતિઓ મેનેજ કરવા સુધી આ કાર્ડ લાંબા ગાળાની તંદુરસ્તી અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક ટેકો પૂરો પાડે છે.
કિફાયતીપણાને ધ્યાનમાં રાખતા આ કાર્ડ પ્રિસ્ક્રીપ્શન મેડિકેશન અને હેલ્થકેરને લગતા અન્ય ખર્ચ પર એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ થકી નોંધપાત્ર બચત આપે છે. વરિષ્ઠ નાગરિકો ઇન-હાઉસ ઓપીડી ડાયગ્નોસ્ટિક્સ, પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ પેકેજીસ, વધારાની તપાસ અને ઇનપેશન્ટ રૂમ રેન્ટ પર પણ ઓછી કિંમતનો લાભ મેળવશે.
ઇમર્જન્સી કેરના સર્વાધિક મહત્વને ઓળખતા આ ‘એલ્ડરલી ફર્સ્ટ’ કાર્ડમાં 5 કિ.મી. સુધી નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પિક-અપ સેવા જેવી ઇમર્જન્સી માટેના મજબૂત કવરેજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આનાથી સુનિશ્ચિત થાય છે કે વડીલોને તાત્કાલિક પરિસ્થિતિમાં તરત જ અને વિશ્વસનીય સંભાળ મળી રહે જેનાથી કાર્ડધારકો તથા તેમના પરિવારજનો બંનેને માનસિક શાંતિ મળે છે.
‘એલ્ડરલી ફર્સ્ટ’ કાર્ડના કેન્દ્રમાં વ્યક્તિગતપણે સંભાળ પ્રત્યેની પ્રતિબદ્ધતા રહેલી છે. વરિષ્ઠ નાગરિકો એપોઇન્ટમેન્ટ મેળવવામાં મદદ અને વ્હીલચેર ફેસિલિટી સહિતની ખાસ મેનેજમેન્ટ સર્વિસીઝનો લાભ મેળવી શકે છે. આ ઉપરાંત આ કાર્ડ ઓપીડી કન્સલ્ટેશન્સ માટે રિઝર્વ્ડ સીટ્સ, વૃદ્ધોને પ્રાયોરિટી એક્સેસ, એક સમર્પિત હેલ્પલાઇન અને એક્સક્લુઝિવ એલ્ડરલી ફર્સ્ટ બિલિંગ કાઉન્ટર પણ ઓફર કરે છે જેથી તેમનો હેલ્થકેરનો અનુભવ સુગમ બની રહે. આ ઉપરાંત ઓપીડી મેડિકેશન પરના ડિસ્કાઉન્ટથી નાણાંકીય રાહત પણ મળશે જેનાથી વ્યાપક સંભાળ સુલભ અને કિફાયતી બનશે.
“સ્ટર્લિંગ હોસ્પિટલ્સ કરૂણાસભર, દર્દી-કેન્દ્રિત અભિગમ સાથે અત્યાધુનિક તબીબી સેવાઓનો સમન્વય કરીને વડીલોની આરોગ્ય સંભાળને નવેસરથી વ્યાખ્યાયિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ એલ્ડરલી ફર્સ્ટ કાર્ડ વરિષ્ઠ નાગરિકોને વધુ તંદુરસ્ત અને વધુ ખુશહાલ જીવન આગળ ધપાવવા માટે જરૂરી ટૂલ્સ અને સપોર્ટથી સજ્જ કરવાના અમારા મિશનનો પુરાવો છે. અમે વરિષ્ઠ નાગરિકોની સંભાળમાં નવા માપદંડો સ્થાપતા ગર્વ અનુભવીએ છીએ જ્યાં ગૌરવ, સુલભતા અને ઉત્કૃષ્ટ કવરેજ એક જ સ્થળે ઉપલબ્ધ છે”, એમ શ્રી ભાસ્કરે ઉમેર્યું હતું.