OTHER

સિલ્વિન એડિટિવ્સે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ – ‘દિવાદાંડી’ ની શરૂઆત કરી

સિલ્વિન એડિટિવ્સે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ – ‘દિવાદાંડી’ ની શરૂઆત કરી

 ભારતમાં PVC અને CPVC એડિટિવ્સની અગ્રણી ઉત્પાદક, સિલ્વિન એડિટિવ્સ પ્રા. લિ. કંપનીએ એક લાંબાગાળાની CSR પહેલ, ‘દિવાદાંડી’ ની શરૂઆત કરી છે. અંગ્રેજી શબ્દ ‘Lighthouse’ માટેના ગુજરાતી શબ્દ, દીવાદાંડી પરથી આ પહેલનું નામ ‘દીવાદાંડી’ આપવામાં આવ્યું છે, જે જીવનના નિર્ણાયક તબક્કા દરમિયાન માર્ગદર્શન અને દિશા સુચવવા માટેના વિચારને પ્રતિબિંબિત કરે છે. આ પહેલના માધ્યમથી, સિલ્વિન કંપનીનો ઉદ્દેશ્ય, વિદ્યાર્થીઓમાં મજબૂત શૈક્ષણિક આદતો અને આવશ્યક જીવન કૌશલ્યો વિકસીત કરવાનો તેમજ બોર્ડની પરીક્ષાઓ અને ઉંમરના વિવિધ તબક્કાઓ દરમિયાન પડકારોનો સામનો કરતી વખતે આત્મવિશ્વાસ મેળવવામાં મદદ કરવાનો છે.

આ પ્રોગ્રામ, આ મહિનાની શરૂઆતમાં છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત શેઠ એચ એચ શિરોલાવાલા હાઇસ્કૂલ ખાતે શરૂ થયો હતો અને તેમાં ધોરણ 9 થી 12 ના લગભગ 1,800 વિદ્યાર્થીઓ સામેલ થશે. દરેક વિદ્યાર્થીને ત્રણ સત્રોમાં નવ કલાકની માળખાગત તાલીમ આપવામાં આવશે. આ સત્રોનું સંચાલન, વિદ્યાર્થીઓની સ્કીલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં નિષ્ણાત, કમલ ડબાવાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે.

આ પહેલ અંગે સિલ્વિન એડિટિવ્સ પ્રાઇવેટ લિમિટેડના CSR હેડ શ્રી પ્રદીપ ચોક્સીએ જણાવ્યું હતું કે, “‘દિવાદાંડી’ અમારા વિશ્વાસનું પ્રતિબિંબ છે કે યોગ્ય સમયે આપવામાં આવેલ માર્ગદર્શન વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. આ ઇનિશિયેટિવ દ્વારા, અમે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અને રોજિંદા પડકારોનો સામનો વધારે સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ.”.”

આ પ્રોગ્રામમાં ત્રણ સત્રો રાખવામાં આવ્યા છે. પહેલો સત્ર પર્સનાલિટી ડેવલપમેન્ટ અને બિહેવિયર સ્કિલ્સ પર છે, જેમાં આત્મવિશ્વાસ, વ્યવહારભાવનાત્મક સભાનતા અને ટીમવર્ક શીખવાડવામાં આવે છે.

બીજો સત્ર સ્ટડી પ્લાનિંગ પર છે. ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને અસરકારક સ્ટડી પ્લાન, પરીક્ષાની તૈયારી માટે સ્ટ્રેટેજી અને ડિજિટલ ડિસિપ્લિન માટે માર્ગદર્શન આપવામાં આવે છે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાની તૈયારી, વિષયવાર પ્લાનિંગ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને કારકિર્દી શરૂ કરવા માટે સહાય આપવામાં આવે છે.

અંતિમ સત્રમાં ઉંમર પ્રમાણે વિવિધ પડકારો પર ધ્યાન આપવામાં આવે છે. નાના વિદ્યાર્થીઓને ટીનએજ, સેલ્ફ-ઇમેજ, સોશિયલ મીડિયાનો જવાબદારીભર્યો ઉપયોગ અને શૈક્ષણિક અને પર્સનલ લાઇફ વચ્ચે સંતુલન રાખવાનું માર્ગદર્શન આપવામાં આવે છે.

મોટા વિદ્યાર્થીઓને સ્ટ્રેસ અને પરફોર્મન્સ પ્રેશર મેનેજમેન્ટ, ભવિષ્યની અનિશ્ચિતતા નો સામનો કરવા, પરિવાર અને શાળાની અપેક્ષાઓ સમજવી અને નેગેટિવ ઇફેક્ટ્સથી બચવા જેવી પ્રેક્ટિકલ માહિતી મળે છે. આ પ્રોગ્રામ આરોગ્ય, સેફ્ટી અને ડિજિટલ વેલનેસ અંગે પણ જાગૃતિ પ્રદાન કરે છે.

‘દિવાદાંડી’ પહેલ, એ સિલ્વિન કંપનીની અગાઉની શિક્ષણ-કેન્દ્રિત પહેલો પર આધારિત છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસને સમર્થન આપવા માટેની લાંબાગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે

Related posts

વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે ગુજરાતમાં 6થી 8 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા

GUJARAT NEWS DESK TEAM

તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ચાર પ્રતિષ્ઠિત ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 5 ડિસેમ્બર થી લાગુ 

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ પોલીસ દ્વારા તપાસ

અધ્યાપકોની વતનમાં બદલીની માંગણી

GUJARAT NEWS DESK TEAM

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

GUJARAT NEWS DESK TEAM

જય વીરુ નો અવાજ સતત ગુંજતો રહેશે

Leave a Comment