પાંડવકાળથી ચાલતી પરંપરા આજે પણ યથાવત છે..જ્યાં માતાજી ની પલ્લી ભરાઈ છે..ગાંધીનગર ના રૂપાલમાં

વરદાયિની માતાજી મંદિર પલ્લી ભરાઈ છે…જે આસો સુદ નોમના દિવસે ભરાતી પલ્લી માં હજારો લીટર શુદ્ધ ઘી નું અભિષેક કરાયું…દૃશ્યો માં જોઈ શકો છો કે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે..ધીના અભિષેક થી રૂપાલ ની શેરીઓમાં ધી ની નદીઓ વહેતી જોવા મળી છે..રૂપાલ ગામના 27 ચકલામાંથી પલ્લી પર લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કર્યો…અઢી કિલોમીટર સુધી શોભાયાત્રા આખા ગામમાં ફરી છે..જોકે પલ્લી યાત્રા 4 વાગ્યે શરૂ થઈ અને વહેલી સવાર સુધી ચાલી છે..10 લાખ લોકો પલ્લીમાં ભાગ લેવા આવશે.એવું કહેવાય છે કે શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની પલ્લી ઉપર કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી નો અભિષેક કર્યો..જોકે ભક્તો માનતા બાધા પૂર્ણ કરવા શુદ્ધ ઘીનો અભિષેક કરતા હોય છે..ત્યારે હાલ જય જય વરદાયિની ના જયઘોષથી સમગ્ર રૂપાલ નું ગગન ગુંજી ઉઠ્યું હતું..આ રૂપાલની પલ્લી બનાવવા અઢાર કોમના સાથે મળીને બનાવે છે જેથી પલ્લી સર્વ ધર્મ સંભાવના પ્રતીક ગણાય છે..