બિઝનેસ

રિલાયન્સનો નફો વધ્યો

૩૧મી ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના એકીકૃત પરિણામો

ના.વ.2026ના નવ મહિનાનો એકીકૃત EBITDA રૂ.૧,૫૯,૩૨૩ રહ્યો, જે વાર્ષિક ધોરણે (Y-o-Y) ૧૮.૩% નો વધારો દર્શાવે છે

PAT (કરવેરા પછીનો નફો) રૂ.૭૫,૧૬૫ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૨૮.૧% નો વધારો દર્શાવે છે

ના.વ.2026ના ત્રીજા ક્વાર્ટરનો EBITDA રૂ.૫૦,૯૩૨ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૬.૧% નો વધારો દર્શાવે છે

O2C (ઓઈલ ટુ કેમિકલ્સ): EBITDA રૂ.  ૧૬,૫૦૭ કરોડ થયો (૧૪.૬% નો વધારો), માર્જિનમાં ૬૦ bps નો સુધારો થયો અને Jio-bp ના વોલ્યુમમાં ૨૪% નો વધારો થયો છે

જિયો પ્લેટફોર્મ્સ: EBITDA વાર્ષિક ધોરણે ૧૬.૪% વધીને રૂ.૧૯,૩૦૩ કરોડ થયો, જેમાં માર્જિનમાં ૧૭૦ bps નો વધારો થયો છે

જિયો યુઝર્સ: જિયો 5G સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૨૫ કરોડ (૨૫૦ મિલિયન) ને વટાવી ગઈ છે, જ્યારે ફિક્સ્ડ બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા ૨.૫ કરોડ (૨૫ મિલિયન) ને પાર કરી ગઈ છે

 

રિલાયન્સ રિટેલ: EBITDA વાર્ષિક ધોરણે ૧.૩% વધીને રૂ.૬,૯૧૫ કરોડ થયો છે

 

હાયપર-લોકલ ડિલિવરી: રિલાયન્સ રિટેલની હાયપર-લોકલ ડિલિવરીના સરેરાશ દૈનિક ઓર્ડરમાં વાર્ષિક ધોરણે ૪.૬ ગણો વધારો જોવા મળ્યો છે

 

 

પરિણામો અંગે ટિપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે: “નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સનાં તમામ વ્યવસાયો કોન્સોલિડેટેડ પર્ફોર્મન્સ સતત નાણાકીય વૃદ્ધિ અને પરિચાલનની મજબુતાઈ પ્રતિબિંબિત કરે છે.

જિયોની ડિજિટલ ઇકોસિસ્ટમ ભારતીય આવાસોમાં તેના મૂળ ઊંડા કરી રહી છે. અમારી મોબિલિટી અને બ્રોડબેન્ડ પ્રોડક્ટ્સ દ્વારા અમે મોબાઈલ ફોન, આવાસો, ઉપકરણો અને ઉદ્યોગસાહસોને જોડી રહ્યા છીએ. અમારી કનેક્ટિવિટી અને મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા પૂરા પાડવામાં આવેલી સિનર્જિસ્ટિક વેલ્યૂ થકી કસ્ટમર એન્ગેજમેન્ટમાં મહત્વપૂર્ણ વધારો થયો છે. આ ત્રિમાસિક ગાળામાં, જિયોએ ભારતીય બજારો માટે ખાસ તૈયાર કરેલા તેના વ્યાપક અને સ્વદેશી ટેકનોલોજી સ્ટેક દ્વારા આકર્ષક ઓફર્સ આપીને તેના સબ્સ્ક્રાઇબર બેઝનો વધુ વિસ્તાર કર્યો છે. આ વ્યવસાયે EBITDAમાં ૧૬.૪% ની વૃદ્ધિ સાથે મજબૂત નાણાકીય પ્રદર્શન કર્યું છે.

અમારા રિટેલ વ્યવસાયો માટે પણ આ ત્રિમાસિક ગાળો મહત્વનો રહ્યો છે, જેમાં નવી બ્રાન્ડ્સ અને નવી પ્રોડક્ટ રેન્જ સામેલ કરીને પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બિઝનેસનું ડિમર્જર આ ત્રિમાસિક ગાળાથી અમલમાં આવ્યું છે. ક્લાસિક ઇન્ડિયન બ્રાન્ડ્સથી લઈને નવા યુગના લેબલ્સ સુધીના વ્યાપક અને વૈવિધ્યસભર પ્રોડક્ટ બાસ્કેટ સાથે, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ વર્ટિકલ એક કેન્દ્રિત સંગઠનાત્મક માળખા સાથે તેના ઝડપી વૃદ્ધિના માર્ગ પર આગળ વધી રહ્યો છે. દેશભરમાં અમારી ડીપ, ઓમ્ની-ચેનલ પ્રેઝન્સ અને હાઈપરલોકલ ક્વિક ડિલિવરીમાં મજબૂત પકડને કારણે રિટેલ બિઝનેસે મજબૂત પ્રદર્શન કર્યું છે.

સાનુકૂળ માગ-પુરવઠાની સ્થિતિ અને પરિચાલનની મજબૂતાઈ સાથે નોંધપાત્ર રીતે ઊંચા ફ્યુઅલ માર્જિનને કારણે O2C બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. મને આપણા ફ્યુઅલ રિટેલિંગ વ્યવસાયમાં થયેલી મજબૂત વૃદ્ધિ અને જિયો-બીપી નેટવર્કના સતત થઈ રહેલા વિસ્તરણ પર ગર્વ છે. નીચા વોલ્યુમ અને નીચા ભાવોને કારણે અપસ્ટ્રીમ સેગમેન્ટના EBITDA પર અસર પડી હતી.

રિલાયન્સના મજબૂત કેશ-ફ્લો અને બેલેન્સ શીટની તાકાતને આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ દ્વારા માન્યતા આપવામાં આવી છે. અમારા ફોરેન કરન્સી ડેટ ઇશ્યુઅન્સને હવે S&P ગ્લોબલ રેટિંગ્સ દ્વારા “A-” રેટિંગ આપવામાં આવ્યું છે.

રિલાયન્સ તેના એઆઇ અને ન્યૂ એનર્જી ક્ષેત્રમાં ઝંપલાવવાની સાથે વેલ્યૂ ક્રીએશનના એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. મને વિશ્વાસ છે કે રિલાયન્સ આ યુગ-પરિવર્તનકારી ટેકનોલોજીના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવશે અને ભારત તથા સમગ્ર વિશ્વ માટે મોટા પાયે ટકાઉ ઉકેલો પૂરા પાડશે.”

 

 

એકીકૃત જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“JPL”)

ત્રિમાસિક આવક રૂ.૪૩,૬૮૩ કરોડ, વાર્ષિક ધોરણે (Y-o-Y) ૧૨.૭% નો વધારો

ત્રિમાસિક EBITDA: રૂ.૧૯,૩૦૩ કરોડ, વાર્ષિક ધોરણે ૧૬.૪% નો વધારો

જિયો 5G સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૨૫ કરોડ (૨૫૦ મિલિયન) ને વટાવી ગઈ છે અને ફિક્સ્ડ બ્રોડબેન્ડનો ગ્રાહક આધાર ૨.૫ કરોડ (૨૫ મિલિયન) ને પાર કરી ગયો છે

જિયો એરફાઇબર (Jio Airfiber) ૧ કરોડ (૧૦ મિલિયન) સબ્સ્ક્રાઇબર્સનો આંકડો વટાવનારી વિશ્વની પ્રથમ FWA સેવા બની

ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં કુલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૫૧.૫ કરોડ (૫૧૫ મિલિયન) થી વધુ

5G અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ અપનાવવાને કારણે ગ્રાહકોનું જોડાણ મજબૂત રહ્યું છે, જેમાં કુલ ડેટા ટ્રાફિક વાર્ષિક ધોરણે ૩૪% વધીને ૬૨ એક્સાબાઈટ (Exabytes) થી વધુ થયો

શ્રી આકાશ એમ. અંબાણી, ચેરમેન, રિલાયન્સ જિયો ઇન્ફોકોમે જણાવ્યું હતું કે: “જિયો વિશ્વના શ્રેષ્ઠ ટેકનોલોજી પ્લેટફોર્મ્સ ભારતીય વપરાશકર્તાઓના હાથમાં લાવીને ભારતની ડિજિટલ ક્રાંતિ માટે ઉદ્દિપક (Catalyst) બન્યું છે. જિયોનો ૫૦0 મિલિયનથી વધુનો સબ્સ્ક્રાઇબર બેઝ, ગ્રાહકો અંગેની ઊંડી સમજ અને સમગ્ર ભારતમાં ફેલાયેલું વિતરણ નેટવર્ક, ‘રિલાયન્સ ઇન્ટેલિજન્સ’ (Reliance Intelligence) ના ઉદ્દેશ્યને મજબૂત બનાવશે. અમારો હેતુ ભારતને માત્ર AI-સક્ષમ જ નહીં, પરંતુ AI-સશક્ત બનાવવાનો છે – જ્યાં દરેક નાગરિક અને સાહસ સર્જન કરવા, નવીનતા લાવવા અને વિકાસ કરવા માટે AI સાધનોનો ઉપયોગ કરી શકે. આ આગામી વર્ષોમાં તમામ હિતધારકો માટે સતત મૂલ્ય નિર્માણને પ્રોત્સાહન આપશે.”

એકીકૃત રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)

ત્રિમાસિક આવક રૂ.૯૭,૬૦૫ કરોડ, વાર્ષિક ધોરણે (Y-o-Y) ૮.૧%નો વધારો

ત્રિમાસિક EBITDA રૂ.૬,૯૧૫ કરોડ, વાર્ષિક ધોરણે ૧.૩% નો વધારો

ત્રિમાસિક ગાળા દરમિયાન ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૫૦ કરોડ (૫૦૦ મિલિયન) ના મહત્વપૂર્ણ આંકડાને વટાવી ગઈ

૪૩૧ નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા

ઈશા એમ. અંબાણી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે જણાવ્યું હતું કે: “રિલાયન્સ રિટેલે લાખો ગ્રાહકોની ખરીદીની વિવિધ જરૂરિયાતો પૂરી કરતાં સ્થિર ત્રિમાસિક પ્રદર્શન કર્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબની વસ્તુઓની પસંદગી અને સીમલેસ ઓમ્ની-ચેનલ અનુભવોને પ્રાધાન્ય આપીને, અમે ગ્રાહકોના જોડાણ અને વફાદારીને સતત મજબૂત બનાવી રહ્યા છીએ. જેમ જેમ ગ્રાહકોની પસંદગી અને બજારનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, તેમ તેમ અમે નવીનતા અને શ્રેષ્ઠતા દ્વારા ભારતીય રિટેલ ક્ષેત્રને પુનઃવ્યાખ્યાયિત કરવાના અમારા વિઝન પર અડગ છીએ.”

 

ઓઈલ ટુ કેમિકલ્સ (“O2C”) સેગમેન્ટ

ત્રિમાસિક આવક રૂ.૧,૬૨,૦૯૫ કરોડ ($ ૧૮.૦ બિલિયન), વાર્ષિક ધોરણે (Y-o-Y) ૮.૪%નો વધારો

ત્રિમાસિક EBITDA રૂ.૧૬,૫૦૭ કરોડ ($ ૧.૮ બિલિયન), વાર્ષિક ધોરણે ૧૪.૬% નો વધારો, જેમાં માર્જિનમાં ૬૦ bpsનો વધારો

Jio-bp હાલમાં સમગ્ર દેશમાં ૨,૧૨૫ પેટ્રોલ પંપનું મજબૂત નેટવર્ક ધરાવે છે

 

Related posts

એસસી બેંકના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિ સહકાર મંત્રી જીતુવાઘાણીએ જીએસસી બેંકની યુપીઆઈ મર્ચન્ટ ઓન-બોર્ડિંગ સેવા અને ભારત બિલ પે સર્વિસનો શુભારંભ કરાવ્યો

GUJARAT NEWS DESK TEAM

SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીની પ્રાથમિકતાઓની રૂપરેખા

GUJARAT NEWS DESK TEAM

યુએસ કંપનીઓની ભારત પાસેથી ટેરિફની માંગણી

GUJARAT NEWS DESK TEAM

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન  

GUJARAT NEWS DESK TEAM

          એસીસીએ Q2 અને H1 FY’26 માં નોંધપાત્ર પર્ફોર્મન્સ આપ્યું

GUJARAT NEWS DESK TEAM

ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026નું ઉદઘાટન: એફિશિએન્સી, રો મટીરીઅલ્સ અને  નવી  ટેકનોલોજી અપનાવા પર ધ્યાન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment