OTHER

તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ચાર પ્રતિષ્ઠિત ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 5 ડિસેમ્બર થી લાગુ 

તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ચાર પ્રતિષ્ઠિત ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 5 ડિસેમ્બર થી લાગુ
પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના સૂચનાનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મુકવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ ઓટીપી તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે, જે મુસાફરે બુકિંગ સમયે આપ્યો હશે. ઓટીપી નું સફળ સત્યાપન થયા પછી જ ટિકિટ જારી કરવામાં આવશે.
આ ઓટીપી આધારિત તત્કાલ પ્રમાણિકરણ પ્રણાલી 05 ડિસેમ્બર, 2025 થી નીચે દર્શાવેલ ટ્રેનોમાં લાગુ થઈ જશે:
1. ટ્રેન સંખ્યા 12957 સાબરમતી – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
2. ટ્રેન સંખ્યા 12297 અમદાવાદ–પુણે દૂરંતો એક્સપ્રેસ
3. ટ્રેન સંખ્યા 12462 સાબરમતી–જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
4. ટ્રેન સંખ્યા 12268/12267 હાપા–મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ
5. ટ્રેન સંખ્યા 12009/12010 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી (01.12.2025 થી લાગુ )
નવી પ્રણાલી કોમ્પ્યુટરાઈઝ્ડ પીઆરએસ કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, આઈઆરસીટીસી વેબસાઈટ તેમજ આઈઆરસીટીસી મોબાઇલ એપ્લિકેશન મારફતે કરવામાં આવેલી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ પડશે. આ બદલાવનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો અને વાસ્તવિક મુસાફરી કરતા મુસાફરોને તત્કાલ ટિકિટ પ્રાપ્ત કરવામાં વધુ સુવિધા પૂરી પાડવાનો છે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર અવશ્ય ઉપલબ્ધ કરાવે, જેથી ઓટીપી સત્યાપન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. પશ્ચિમ રેલ્વે દ્વારા તમામ મુસાફરોને આ મહત્વપૂર્ણ બદલાવ અંગે ધ્યાન આપવા વિનંતી કરવામાં આવે છે.

Related posts

નવા વર્ષની શુભકામનાઓ

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રી પાણી પુરવઠા બોર્ડની ઓચિંતી મુલાકાત

શાહપુર યુવકમંડળના ઉપક્રમે નાગરિકો અને મ્યુનિસિપલ શાળાના બાળકોને દીવા વિતરણ અને તારામંડળ વિતરણનો કાર્યક્રમ

GUJARAT NEWS DESK TEAM

અદાણી GEMS સ્કૂલ ઓફ એક્સેલન્સનો ભારતની શ્રેષ્ઠ ઉભરતી શાળાઓમાં સમાવેશ

GUJARAT NEWS DESK TEAM

સાળંગપુર હનુમાનજી મંદિરના નામે નકલી વેબસાઈટ બનાવીને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરનારા ઉત્તરપ્રદેશથી પકડાયો

GUJARAT NEWS DESK TEAM

જય વીરુ નો અવાજ સતત ગુંજતો રહેશે

Leave a Comment