જયેશ વેગડાને DGCD ડિસ્ક Bronze અને પ્રશંસાપત્ર એનાયત


નાગરિક સંરક્ષણ, હોમગાર્ડ અને ફાયર સર્વિસ દિલ્હીના મહાનિયામક તરફથી ડેપ્યુટી ચીફ વોર્ડન અને સિવિલ ડિફેન્સ ઇન્સ્ટ્રક્ટર જયેશ વેગડાને તેમની એક કામગીરી બદલ 6 ડિસેમ્બર 2024 ના રોજ જાહેર થયેલ.
આ DGCD ડિસ્ક 15 મી ઓગસ્ટ 2025 સ્વાતંત્ર પર્વ સમય માનનીય નિયામક મનોજ અગ્રવાલ IPS સાહેબ ના વરદ હસ્તે શ્રી જયેશ વેગડાને એનાયત કરવામાં આવેલ છે આ ઉપરાંત માનનીય સંયુક્ત નિયામક શ્રીપાલ શેષમાં IPS ના વરદ હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વેગડાને પ્રશંસનીય કામગીરી બદલ 2022માં માનનીય મુખ્યમંત્રી મેડલ એનાયત કરવામાં આવેલ છે.