રાજ્યમાં વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ
રાજ્ય વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.. લાંબા વિરામ બાદ અને ગરમી અને બફારામાં બેચેની અનુભવી રહેલા લોકોને આજના વરસાદન કારણે રાહત થઇ છે.. રાજ્યના મોટાભાગના સ્થળોએ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો…ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા બપોરના બે વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ રાજ્યમાં 34 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. જેમાં સૌથી વધુ બોટાદમાં પોણા બે ઇંચ , બનાસકાંઠાના ભાભરમાં દોઢ ઇંચ, ખેડા, અમદાવાદમાં એક ઇંચ જેટલો વરસાદ આ સમયગાળા દરમિયાન ખાબક્યો હતો.. જ્યારે ગાંધીનગરના દહેગામમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.. જ્યારે અમદાવાદમાંદોઢ ઇંચની આસપાસ સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા માર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી .. માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયાં હતા જોકે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો જ્યારે પાટનગર ગાંધીનગર ખાતે સવારથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.લાંબા સમયના વિરામ બાદ વરસાદ ફરી શંરૂ થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.
ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.. વાવોલ , કુડાસણ , સરગાસણ, રાયસણ, પેથાપુર, રાંધેજા , પાલજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા..ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી હતી..
બનાસકાંઠા જીલ્લામાં પણ આજે ધાનેરા, લાખણી લવાણા પાલડી દિયોદર ભાભર વિસ્તારના કેટલાક ગામડાઓમાં ક્યાંક હળવો તો ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતો માં ખુશી જોવા મળી રહી છે..
છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રી ના વીજળી ના કડાકા ભડાકા સાથે બોડેલી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જયારે આજે વહેલી સવાર થી જ છોટાઉદેપુર નગર સહીત કવાંટ, નસવાડી, જેતપુર પાવી, બોડેલી અને સંખેડા તાલુકામાં પણ ધીમીધારે વરસાદ શરુ થતાં ખેતીને અનુકૂળ વરસાદ વરસ્યો હતો.