ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન 2025-26
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26 નો સાનદાર પ્રારંભ તારીખ 17.8.25 થી થયેલ છે.
આ ક્લબ ચેમ્પિયનશીપ માં ચેમ્પિયન ને 100000, રનર્શ અપ ને 75000, ત્રીજા ને 50000 અને ચોથા ને 25000 ના ઇનામો તથા ટ્રોફી અને મેડલ આપવામાં આવે છે.
સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન 2024-25 માં છેલ્લા વર્ષ ના પરિણામ પરથી 8 ટીમો અનુક્રમે સૂર્યવંશી એફ. સી., ગોધરા એફ. સી., સી .વી. એમ. એફ. સી., ગાંધીનગર એફ. સી., એ. આર. એ. એફ. સી., કર્ણાવતી એફ. સી., ઈન્કમ ટેક્સ એફ. સી, આર. બી. આઈ. એસ. સી., અને ફાઇનલ રાઉન્ડ માટે ક્વાલિફાઇ થયેલ છે.
આજ થી શરૂ થયેલ બાકીની ટીમો ના ક્વાલિફાઇ રાઉન્ડ માટે આજ રોજ રમાયેલ મેચ ના રીઝલ્ટ માં વડોદરા વંડર્સે સંતોષ પરમાર ના 2 ગોલ, સિદ્ધાર્થ, અયાન અને વેદાંત ના 1-1 ગોલ ની મદદ થી ચાંદખેડા એફસી ને 5-0 થી મહાત આપેલ.
બીએસપીએફએ સુરતે દક્ષ અગરવાલ ના 2 ગોલ, હેમંત અને દીપ ના 1-1 ગોલ થી સેવી સ્વરાજ એફસી ને 4-2 થી મહાત આપેલ. સેવી સ્વરાજ ના ફુરબા અને અંકિતે 1-1 ગોલ કરેલ.
એસ.એ.જી. એફએ આયુષ કુમાર ના મરેલા એક માત્ર ગોલ થી ઝેવિયસ યુનાઇટેડ એફસી ને 1-0 થી મહાત આપેલ.
માસ્ટર એફસી ના રોહન કછાપ અને જય જાની ના મારેલા 2-2 ગોલ ની મદદ થી કીક જેક એફસી ને 4-1 થી મહાત આપેલ. કીક જેક એફસી ના આમિરખાન દ્વારા 1 ગોલ થયેલ.