OTHER

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. ૧૬ થી ૧૮ ડિસેમ્બર સુધી ૪ જિલ્લાના અભ્યાસ પ્રવાસે  —–

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. ૧૬ થી ૧૮ ડિસેમ્બર સુધી ૪ જિલ્લાના અભ્યાસ પ્રવાસે
સૌરાષ્ટ્રના ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન આ સમિતિ વનીકરણ, એશિયાટિક સિંહ તથા દરિયાઈ સૃષ્ટિના જતન–સંવર્ધન સહિતના વિવિધ મુદ્દાઓ પર સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. ૧૬ થી ૧૮ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે. જે અંતર્ગત આ સમિતિ અભયારણ્ય અને મરીન નેશનલ પાર્ક સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરીને સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ, દરિયાઈ સૃષ્ટિના જતન–સંવર્ધન, એશિયાટિક સિંહોના વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓ પર સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. આ ઉપરાંત સમિતિના સભ્યો સ્થાનિક નાગરિકો સાથે વિવિધ મુદ્દાઓ પર સંવાદ કરશે તેમ, ગુજરાત વિધાનસભા સચિવાલયની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ સમિતિ સંભવિત તા. ૧૬ ડિસેમ્બર, મંગળવારના રોજ જામનગર ખાતે આવેલા વનતારાની મુલાકાત લેશે. બીજા દિવસે તા. ૧૭ ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા મરીન નેશનલ પાર્ક અને પોરબંદરના બરડા અભ્યારણની મુલાકાત લેશે. પ્રવાસના અંતિમ દિવસ એટલે કે તા. ૧૮ ડિસેમ્બરના રોજ આ અંદાજ સમિતિ સોમનાથ મંદિર અને સાસણ ગીરની મુલાકાત લેશે.

Related posts

ઘી કાંટાની મોટી હમામ પોળ ગણેશોત્સવમાં અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાનો સ્તુત્ય પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

સાણંદની એક રિસોર્ટમાં ચાલતી દારૂની પાર્ટી પર રેડ

GUJARAT NEWS DESK TEAM

બાવળામાં વરસાદ બાદ જાહેર આરોગ્યની જાળવણી માટે સ્થાનિક આરોગ્ય તંત્રની સતત કામગીરી

સિવિલ હોસ્પિટલના તબીબોએ શ્વાસનળીમાંથી મગફળીના દાણા કાઢી બે વર્ષની બાળકીનો જીવ બચાવ્યો

અદાણી GEMS સ્કૂલ ઓફ એક્સેલન્સનો ભારતની શ્રેષ્ઠ ઉભરતી શાળાઓમાં સમાવેશ

GUJARAT NEWS DESK TEAM

અનંત અંબાણીએ સડક પર ઉતરીને પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment