મારું શહેર

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વુમન એમ્પાવરમેન્ટ મિશન અન્વયે “RUN FOR HER

 

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) એ તેઓની “બિઝનેસ વુમન કમિટી” (BWC) દ્વારા, રવિવાર, તારીખ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૬:૦૦ વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે “RUN FOR HER” ના એક અનોખા કોમ્યુનિટી રનિંગ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ આર્થિક તેમજ સામાજિક પ્રગતિ માટે મહિલાઓના યોગદાનની નોંધ લેવા તેમજ તેઓને પ્રોત્સાહિત કરવાના ખાસ આશયથી તૈયાર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં પુરુષ તેમજ મહિલાઓએ ખુબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને “એક નાગરિક” તરીકે મહિલાઓની શક્તિ ની ઉજવણી કરવા, તેઓની આકાંક્ષાઓને ટેકો આપવા અને તેઓની ઉદ્યોગસાહસિક યાત્રામાં યોગદાન આપવા માટે  સૌએ તેઓની આતુરતા વ્યક્ત કરી હતી.

“રન ફોર હર” માં ત્રણ અલગ અલગ શ્રેણીઓ હતી જેમ કે. ૧૦ કિમી દોડ, ૫ કિમી દોડ અને એક ફન રન. “ફન રન” સેગ્મેન્ટ ખુબ રસપ્રદ બની રહ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ પરંપરાગત પોશાક પહેરીને ઉપસ્થિત રહ્યા હતા.

જાણીતા આર.જે ક્રુતાર્થે તેઓની લાઈવ કોમેન્ટ્રી થકી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.રવિવારની સુંદર સવારના પ્રારંભમાં જ 600 થી વધુ સહભાગીઓ ઉત્સાહપૂર્વક આ અનોખા કાર્યક્રમમાં જોડાયા હતા.

આ પ્રસંગે ઉદબોધન કરતા GCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધીએ GCCI બિઝનેસ વુમન કમિટી અને ચેરપર્સન આશા વઘાસિયાને આ સુયોગ્ય પહેલ બદલ અભિનંદન આપ્યા હતા તેમજ ઉમેર્યું હતું કે આ કાર્યક્રમ ફક્ત સમુદાયના સામાજિક અને ઉદ્યોગ સાહસિકતા વિકાસમાં મહિલાઓના યોગદાનને જ નહીં, પરંતુ મહિલાઓને તેઓની સંપૂર્ણ ક્ષમતા નો ઉપયોગ કરવા અને તેઓના વિવિધ ધ્યેય અંગે તેઓને પ્રોત્સાહિત કરવા આયોજિત થયેલ છે. તેઓએ BWC કંપનીના ચેરપર્સન શાલુબેન લેખડિયા, કવિતા દેસાઈ શાહ, સેજલ કુસુમગર, રાધિકા શેઠ અને સમગ્ર ટીમને આ મહત્વપૂર્ણ કાર્યક્રમની સફળતા સુનિશ્ચિત કરવા માટે અભિનંદન આપ્યા હતા. તેઓએ BWC દ્વારા હાથ ધરવામાં આવતી “મહિલા ઉદ્યોગસાહસિક સશક્તિકરણ” માટે વર્ષભરની પ્રવૃત્તિઓની પણ ખૂબ પ્રશંસા કરી હતી.

 

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCCI BWC ના ચેરપર્સન આશા વઘાસિયાએ “રન ફોર હર” વિશે વિગતો પુરી પાડી હતી તેમજ ભારપૂર્વક જણાવ્યું કે આ પહેલનો હેતુ માત્ર મેરેથોનમાં કૌશલ્ય દર્શાવવાનો નથી, પરંતુ પુરુષો અને મહિલાઓને એકમંચ કરવાનો, મહિલાઓને તેઓની સંપૂર્ણ ક્ષમતા અંગે જાગૃત કરવાનો તેમજ જીવનના દરેક ક્ષેત્રમાં તેઓના સપનાઓને સાકાર કરવા અને રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિમાં સમાન ભાગીદાર બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તેઓએ GCCI BWC ના પ્લેટફોર્મ દ્વારા મહત્તમ સંખ્યામાં મહિલાઓને આગળ આવવા અને મહિલા સશક્તિકરણના કાર્યને ટેકો આપવા અપીલ કરી હતી.

ન્યુ જેન ક્વોન્ટમ ફિટના નેહા દ્વારા આયોજિત વોર્મ-અપ સેશન તેમજ SSPKM ગર્લ્સ ટ્રુપ દ્વારા ગરબા ટ્રુપ વોર્મ-અપ સેશને કાર્યક્રમને વધુ જીવંત બનાવ્યો હતો.

GCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી, GCCI ના માનનીય ખજાનચી શ્રી ગૌરાંગ ભગત, શ્રીસચીન પટેલ, શ્રી રુચિર પટેલતેમજસચીપટેલ (રામદેવમસાલાગ્રુપ), સોનિયા ભાટલા, સ્પોર્ટ્સ ડાયરેક્ટર, AU, જશ બહલ, ગીતા એસ. રાવ અને અન્ય મહાનુભાવોએ આ કાર્યક્રમને લીલી ઝંડી આપી હતી.

ફૂડ કોર્ટ દ્વારા સૌ સહભાગીઓને અલ્પાહાર ની સગવડ પુરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે GCCI BWC તરફથીસૌભાગલેનારનેખાસપ્રમાણપત્રએનાયતકરવામાંઆવ્યાહતા.

 

Related posts

ગોળી મારીને આપઘાતનો પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

અમદાવાદ માં રસ્તા નું સમારકામ પૂરજોશમાં

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં

GUJARAT NEWS DESK TEAM

પત્રકારો સાથે બાઉન્સરોની ધક્કા મૂકી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ ખાતે વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવશે.. 

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment