ગુજરાત

કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે ધરણાં યોજાશે

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સોમવારે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોને ન્યાય માટે ધરણા – પ્રદર્શનની જાહેરાત કરતા સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, ગત ચોમાસામાં સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં પાક નિષ્ફળ ગયા હતા, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. દુર્ભાગ્યવશ, ગુજરાતની ભાજપ સરકારે ભેદભાવ રાખીને આશરે ૫૦% કરતા વધુ  ખેડૂતોને પાક નિષ્ફળતાનું વળતર આજદિન સુધી ચુકવ્યું નથી. સરકારની આ અન્યાયી નીતિ સામે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ અને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવ્યા હતા. જેના પરિણામે, સરકારને નવેસરથી કૃષિ રાહત પેકેજ જાહેર કરવાની ફરજ પડી. પરંતુ, આ નવા પેકેજમાં પણ સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. આના કારણે જિલ્લાના હજારો ખેડૂતોને ફરીથી અરજીઓ કરવાની ફરજ પડશે, અને મોટાભાગના ખેડૂતોને આ નુકસાનીનું વળતર નહીં મળે. ગત ચોમાસા ઋતુમાં અતિભારે વરસાદનાં કારણે થયેલ પાક નુકશાન અંગે તા. ૨૫-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધીમાં વરસાદનાં કારણે થયેલ નુકશાનીનાં વળતર માટે અરજી કરવાની જાહેરાત સરકારશ્રી દ્વરા કરવામાં આવેલ હતી. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાનાં દસાડા તાલુકા અને લખતર તાલુકા દ્વારા અનુક્રમે ૨૫૪૭૧ અને ૧૪૮૬૧ અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ. સરકારનાં તા. ૨૪-૧૦-૨૦૨૫ ના ઠરાવ મુજબ તમામ પાકોના નુકશાનીનુ વળતર ચુકવવાની જાહેરાત કરવામાં આવેલ. પણ દુખ સાથે કહેવું પડે કે, ૫૦ % કરતુ વધુ ખેડૂતોની અરજી ના મંજુર કરવામાં આવી અને ખેડૂતો સાથે ભાજપ સરકારે વિશ્વાસઘાત કર્યો છે . નવા ઠરાવમાં કહ્યું કે કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને જ નુકસાની સહાય મળશે,બિનપિયતમાં ૨૨ હજાર અને પિયત ખેતરમાં ૪૪ હજારની સહાય માટેની જોગવાઈ છે,ઓક્ટોબર ૨૦૨૪માં ખેડૂતોએ અરજી કરી હતી તે ખેડૂતોને ફરી એકવાર અરજી કરવાનું કહેવાયું છે,ઓક્ટોબરમાં નુકશાની થયું હોય તેનો ફોટો આપવાનો અને ગ્રામ સેવક દાખલો આપે તો જ નુકસાની સહાય મળે તેવી શરતો રાખવામાં આવી છે, ઓક્ટોબર ૨૪ માં ૨૦ જિલ્લાઓના ખેડૂતોને અતિવૃષ્ટિ થી નુકશાન થયું હતું,જો કે નવા ઠરાવ મુજબ ફક્ત ૬ જિલ્લાના ખેડૂતોને જ નુકસાની સહાય ચૂકવવામાં આવશે, તો બાકીના ૧૪ જિલ્લાના ખેડૂતોની નુકશાની નું શું? ભાજપ સરકાર ખેડૂતોને લાઇનમાં ઊભા રાખવાનું કામ વધુ એક વાર કરી રહી છે.

સરકાર દ્વારા ભેદભાવ કરી અમુક પસંદગીનાં ગામોને અને અમુક પસંદગીના લોકોને આ નુકશાની ચુકવવામાં આવેલ. આવી ભેદભાવપૂર્ણ અને પસંદગીના લોકોને વળતર ચુકવવાની સરકારની અત્યાચારી રીતી નિતિ સામે કોંગ્રેસ અને ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા તારીખ ૧૪/૦૭/૨૦૨૫ના સોમવારે સવારે ૧૦.૦૦ કલાકે સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ધરણા-પ્રદર્શન યોજાશે. ભાજપ સરકારની ખેડૂતોને અન્યાય કરનારી નીતિ સામે ઉગ્ર આક્રોશ સાથે ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક વિક્રમ રબારી અને ખેડૂત આગેવાન અશોક પટેલ,  પ્રવીણ પરમારે  વધુમાં વધુ ખેડૂતોને જોડવવા અપીલ કરી હતી

 

Related posts

રાજ્યમાં બારમી જુલાઇના રોજ લોક અદાલત યોજાશે

GUJARAT NEWS DESK TEAM

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત

પાઠ્યપુસ્તક સગે વગે કરવાનો કારસો ઝડપાયો

બગોદરા સામૂહિક આત્મહત્યા મામલે આપે ન્યાયની માગણી કરી

એક નઈ સોચ કાર્યક્રમનું લોન્ચિંગ

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં ઘટેલી દુર્ઘટનાઓના પગલે અનેકે જીવ ખોયા હોવાને કારણે બાપુ બર્થ ડે નહી ઉજવે

Leave a Comment