ગુજરાતના ખેડુતોની બરબાદીનો ઇતિહાસ રાજ્યના લાચર કૃષિ મંત્રી અને તેનુ અફિણી ઘેનમા સુતેલુ ખેતીવાડી ખાતુ લખી રહ્યા છે. ખેડુતોની બદદુઆ ભાજપાને ભરખી જશે અટકો….
· ગુજરાતની સરકારી કૃષિ યુનિ.ના કુલપતિઓ દલાતરવાડી જેવા કુલપતિઓ નિયમ વિરુદ્ધ કરોડો રુપિયાનો પગાર આકારી ખીચા ભરી રહ્યા છે, કૃષિ મંત્રી મૌન
· ગુજરાતની તમામ સરકારી કૃષિ યુનિ.ઓના કુલપતિઓ ઉપર મરામત અને ખરીદીમા કરોડો રુપિયાના આક્ષેપો થઈ રહ્યા છે. કૃષિ મંત્રી મૌન….
· કૃષિ યુનિવર્સીટીમા લાયકાત વગરના કુલપતિઓની નિમણુક થઈ છે, કૃષિ મંત્રી મૌન…
· કૃષિ યુનિવર્સીટીના કુલપતિ રોસ્ટરના નિયમો સાથે છેડછાડ કરીને કૃષિ અધિકારીઓની ભરતીમા કૌભાંડ આચરી રહ્યા છે તપાસ માંગી, કૃષિ મંત્રી મૌન.
· આણંદ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો કે બી કથીરીયા ની વૈભવી ઓફિસ અને સરકારી નિવાસ પાછળ થયેલા અનઅધિકૃત ખર્ચા ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગેરરીતિના સંકેત આપે છે તપાસ કરાવો અને વસુલો. કૃષિ મંત્રી મૌન..
· આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતી ડો. કે બી કથીરિયાએ ભારત સરકાર અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન નિયમોનુ ઉલંઘન કરીને “એગ્રીકલ્ચર પાક/ફાર્મ અને જાન માલ” ની સિક્યોરિટી/સુરક્ષાના ઇજારો ખાસ માનીતી કંપનીને ૧૩.૨૯ કરોડ રુપિયાનો આપીને ભ્રષ્ટાચાર આચરવામા આવેલ છે, કૃષિ મંત્રી મૌન.
· ગુજરાતનો ખેડુત આજે રાસાયણિક ખાતરની તંગી, ખાતર સમયે ન મળવાથી, ખાતરની ગુણવતા કારણે અને સતત વધતા ભાવના પ્રશ્નોથી પીડાય છે. કૃષિ મંત્રી મૌન..
· નબળા હલકા અને માન્યતા પ્રાપ્ત વગરના બિયારણો વેચતા બીજ બુટલેગરોને કારણે છેલ્લા ઘણા વર્ષોથી રાજયના લાખો ખેડુતોની ખેતી નિષ્ફળ જાય છે અને આર્થિક દેવામા ડુબીને આત્મહત્યા કરે છે પરંતુ કૃષિ મંત્રી મૌન.
અગાઉ અમોએ માંગ કરી છે કે ગુજરાતની સરકારી કૃષિ યુનિ.ઓ ની શાખ ઉપર સવાલો ઉભા થયા છે, તેના માટે જવાબદાર રાજ્યનો કૃષિ વિભાગ અને કૃષિ યુનિ.ના કુલપતિઓ છે, તેના કારણે કૃષિ સંશોધનની કામગીરીમા શુન્યાવકાશ જોવા મળી રહ્યો છે, બેરોજગાર કૃષિ સ્નાતકોની સંખ્યા વધી રહી છે તેના માટે કોઇ ચિંતા દેખાતી નથી, ખેતીવાડી ખાતુ ખેતીના પડકારોના ઉકેલ આપવાની જવાબદારીથી છટકી રહી છે,આવી ગંભીર હાલતમા રાજયની કૃષિ યુનિ.ના કુલપતિઓ ભ્રષ્ટાચાર અને ગેરરીતી આચરવામા રચ્યા પચ્યા છે, માટે આવા જવાબદાર કુલપતિઓ ઉપર થયેલા આક્ષેપો અને કથિત તમામ ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરવામા આવે અને આ તપાસ કૃષિ વિભાગના અધિક મુખ્યસચિવશ્રી IAS ડો અંજુ શર્માના વડપણ નીચે કરવામા આવે.