ગુજરાત

બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસ કરાવવા કોંગ્રેસની માંગ

ગોઝારી દુર્ઘટના બાદ સરકારનું એકજ રટણ હોય છે કે તપાસ થશે તેવી ભાજપ સરકારની જાહેરાત વચ્ચે ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી અને નવ-નવ માનવ જીન્દગીના મોત અંગે સુપ્રીમકોર્ટ – હાઈકોર્ટના સીટિંગ ન્યાયાધીશના વડપણ હેઠળ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું કે ગુજરાતની ભાજપા સરકારની ભ્રષ્ટાચારી નીતિના પાપે વારંવાર આવી ઘટના બને છે. રાજ્યમાં અનેક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયા છે. ગંભીર અને દુખદ ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી હલતું નથી. ગોઝારી દુર્ઘટના બાદ સરકારનું એકજ રટણ હોય છે કે તપાસ થશે. આ પ્રકારના જવાબો એ સરકારની આંખ મીચામણા નીતિ છે. તંત્રની ગુનાહિત બેદરકારીના કારણે આ સમસ્યા સર્જાઈ છે જેમાં નવ નવ માનવ જીન્દગી હોમાઈ છે.  સમારકામ માટેની માંગ બાદ પણ કોઇ પગલાં ભરાયા નથી. ગંભીર બ્રિજની ગંભીર ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય તે માટે ઘટનાની ન્યાયી અને પારદર્શક તલસ્પર્શી તપાસ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના જજની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા થાય તેવી માંગ કોંગ્રેસ પક્ષ કરે છે. પુલ ધરાશાયી થતાં નવ નવ નિર્દોષના મોત નીપજ્યા છે. આ ઘટનમાં સરકારે તપાસના આદેશ આપ્યા છે. જે માત્ર નાટકરૂપ સાબિત થશે. કેમ કે અત્યાર સુધી તપાસના નામે એક પણ અહેવાલ જાહેર થયો નથી. માત્ર પુલમાં જ નહિ પણ ગુણવત્તા વિનાના રોડ રસ્તા બનાવી બેફામ ગેરરીતિઓ આચરનારને નવા નવા કોન્ટ્રાકટ આપવામાં આવી રહ્યા છે. ભાજપાના ભ્રષ્ટાચારી મોડલને કારણે આવી દુર્ઘટના બની રહી છે.

ભાજપના શાસનમાં ચુંટણી ફંડ આપોને પુલ-રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ મેળવો તે સ્કીમ ચાલી રહી છે. આ જ પ્રમાણે અન્ય પુલ દુર્ઘટનામાં ય માર્ગ મકાન વિભાગ રીપોર્ટ આપીને તપાસનું નાટક કરશે. થોડાક દિવસોમાં આખીય વાત ભૂલાઈ જશેને, આખીય વાત પર હળવેકથી ઠંડુ પાણી રેડી દેવાશે. આજ દિન સુધી પુલ તૂટવાની ઘટનામાં એકેય કોન્ટ્રાકટર સામે કડક પગલા લેવાયા નથી તે જગજાહેર છે.

 

આંખ ઉઘાડનારા આકડાં

ગુજરાતમાં અત્યાર સુધી કેટલા પુલ તૂટ્યા
વર્ષ સ્થળ જીલ્લો
૨૦૨૪ હળવદનો બ્રિજ મોરબી
૨૦૨૩ વઢવાણ બ્રિજ સુરેન્દ્રનગર
૨૦૨૩ પાલનપુર RTO બ્રિજ બનાસકાંઠા
૨૦૨૩ ખેડા બ્રિજ ખેડા
૨૦૨૩ ધંધુસરા બ્રિજ જુનાગઢ
૨૦૨૨ મોરબીનો ઝૂલતો બ્રિજ મોરબી
૨૦૨૨ માધાપર ચોકડી રાજકોટ
૨૦૨૨ બોપલ રીંગ રોડ મુમતપુરા
૨૦૨૨ બોરસદ ચોકડી આણંદ
૨૦૨૨ હાંડોડ લુણાવાડા
૨૦૨૨ નંદેલાવ ભરુચ
૨૦૨૨ ઊંઝા હાઈવે મહેસાણા
૨૦૨૨ સિઘરોટ વડોદરા
૨૦૨૧ શાંતિપુરા અમદાવાદ
૨૦૨૧ મમતપુરા બ્રિજ અમદાવાદ
૨૦૨૦ આજીડેમ ચોકડી રાજકોટ
૨૦૨૦ મહેસાણા બાયપાસ મહેસાણા
૨૦૧૯ સતોડાક ગામ રાજકોટ
૨૦૧૭ હાટકેશ્વર બ્રિજ અમદાવાદ
૨૦૧૬ પીપલોદ ફ્લાયઓવર સુરત
૨૦૦૭ ઉઘના દરવાજા સુરત

 

Related posts

કોંગ્રેસનું ૯ સપ્ટેમ્બરથી રાજકોટ ખાતેથી શિક્ષણ બચાવો અભિયાન

GUJARAT NEWS DESK TEAM

રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક

GUJARAT NEWS DESK TEAM

ઓઢવમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ :- ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂત

GUJARAT NEWS DESK TEAM

હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતાઃ રાજ્યભરમાંથી ૧.૨૦ લાખથી વધુ શાળા –કોલેજોના ૨૨.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા    

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment