ઇથેનોલયુક્ત પેટ્રોલથી નાગરિકોને ન ભાવમાં રાહત ઉપરથી વાહનમાં ખરાબી બાદ ન વીમાથી રાહત: શું ઇથેનોલયુક્ત પેટ્રોલથી માત્ર ભાજપ સરકારની તિજોરી ભરવામાં ચાલુ કરવામાં આવ્યું છે?
* ૧૧ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ માં સતત ભાવ વધારો ઝીંકીને ૩૦ લાખ કરોડ રૂપિયા જેટલી રકમ દેશની જનતા પાસેથી વસુલી લીધી.
* ૧ લીટર પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવીને અપાય છે પણ ભાવ તો પુરા પેટ્રોલના કેમ વસુલાય છે?
“બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને, પેટ્રોલના ભાવ બેફામ રીતે વધી રહ્યાં છે ત્યારે ભાજપા સરકારે જનતા સાથે છેતરપીંડી કરી છે. ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલનાં ભાવમાં ઘટાડાની માટે માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, આર્થિક હાલાકીમાં મોંઘવારીના બેફામ મારથી સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. સતત વધતી મોંઘવારીમાં પેટ્રોલ પર ટેક્ષમાં મસ મોટો વધારો કરી નામ પુરતો ઘટાડવા કર્યો તેમ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસામને જ છે. વર્ષ ૨૦૧૪માં પેટ્રોલ ૬૪.૫૦ રૂ.પ્રતિ લીટર હતું છેલ્લા દશ વર્ષમાં વધીને પેટ્રોલ ૯૫.૮૦ રૂ.પ્રતિ લીટર થયું હતું. દેશની ૧૩૫ કરોડ અને ગુજરાતની ૬.૫ કરોડ જનતાને રાહત માટે પ્રધાનમંત્રીશ્રી ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલની યોજના લાવે છે પરતું તેનો લાભ નાગરિકોને આપવો નથી. ઇથેનોલયુક્ત પેટ્રોલ થકી મોઘવારીમાંથી કઈક રાહતની મળશે તેવી આશા પાણી ફરી વળ્યું છે. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામે અંતર્ગત સમગ્ર દેશમાં પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરીને વેચવામાં આવી રહ્યું છે. પેટ્રોલમાં ઇથેનોલની ૧૦-૨૦ ટકા માત્રા જેટલી માત્ર ઉમેરવામાં આવી રહી છે પરતું તેનો લાભ નાગરિકોને મળી રહ્યો નથી. ૧ લીટર પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવીને અપાય છે પણ ભાવ તો પુરા પેટ્રોલના કેમ વસુલાય છે? લોકસભામાં આપેલ જવાબ મુજબ ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦.૪૭ ટકા, વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૨.૧૧ ટકા, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૪.૩૩ ટકા અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૦.૦૬.૨૦૨૫ દરમિયાન સુધીમાં ૧૮.૯૫ ટકા જેટલું નોધાયું છે.
ઇન્ડિયન ઓટોમોટીવ સ્ટાન્ડર્ડ, અમેરિકન ઓટોમોટીવ સ્ટાન્ડર્ડ પ્રમાણે પેટ્રોલ એન્જીન (SI Engine) સ્પાર્ક ઇગ્નીશન એન્જીનના મટીરીયલ ટેકનોલોજી પેટ્રોલનાં ઓક્ટેવ આંક ઉપર કામ કરતી હોય છે. ૧૦-૨૦ ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેળવતા એન્જીનમાં લાંબા ગાળે મોટું નુકસાન? ઇથેનોલયુક્ત પેટ્રોલ વપરાશથી વાહનનું એન્જીન જામી જાય કે બંધ થઇ જાય તો ભલે એન્જીનની ખરાબી સામાન્ય વીમા પોલીસીમાં સામેલ હોય વીમા કંપનીઓ તેને ક્લેમને ચૂકવશે કે નહિ? તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અંતે નુકસાન નાગરિકોને જ થવાનું છે. ઇથેનોલયુક્ત પેટ્રોલથી નાગરિકોને ન ભાવમાં રાહત ઉપરથી વાહનમાં નુકશાન બાદ વીમાથી ન કોઈ રાહત. શું ઇથેનોલયુક્ત પેટ્રોલથી માત્ર ભાજપ સરકારની તિજોરી ભરવામાં ચાલુ કરવામાં આવ્યું છે? મોઘવારીમાં રાહત આપવા માટે ભાજપ સરકાર ઇથેનોલયુક્ત પેટ્રોલમાં ભાવ ઘટાડો કરે અને વીમા ઇથેનોલયુક્ત પેટ્રોલથી થતી ખરાબીને વીમા ક્લેમમાં સમાવેશ કરવામાં આવે તેવી સુચના જાહેર કરે તેવી કોગ્રેસ પક્ષ માંગ કરે છે.