
હડદડ ગામના પીડિત પરિવારો સાથે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ફોન પર વાતચીત કરી
ભાજપની સરકાર લોકો પર અત્યાચાર કરી રહી છે, લોકોને હેરાન પરેશાન કરી રહી છે આ તદ્દન ખોટું છે : અરવિંદ કેજરીવાલ
ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે શાંતિપૂર્ણ રીતે લડી રહ્યા છે, AAP પણ ખેડૂતોની સાથે લડી રહી છે: અરવિંદ કેજરીવાલ
ખેડૂતો ઉપર જે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા, ખોટા કેસ કર્યા આ તદ્દન ખોટું છે: અરવિંદ કેજરીવાલ
તમારે કોઈએ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમારી સાથે ઉભી છે: અરવિંદ કેજરીવાલ
હું અહીંયા દિલ્હીમાં પળે પળની જાણકારી મેળવી રહ્યો છું, કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં: અરવિંદ કેજરીવાલ
ખેડૂતોને વકીલની સહાયતા પણ આપીશું, અમારા તમામ નેતાઓ, કાર્યકર્તાઓ તમારી સાથે છે અમે તમને પૂરેપૂરી સહાયતા કરીશું: અરવિંદ કેજરીવાલ