અમદાવાદ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ
અમદાવાદ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે રાજ્યના રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે..
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે રાજ્યના રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.. તેમણે ઉમેર્યુ હતું કે છેલ્લા બે વર્ષમાં વિવિધ યોજનાઓમાંથી આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતના ૭૩ ખેલાડીઓએ ૩૮ ગોલ્ડ, ૫૪ સિલ્વર અને ૪૬ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં બોલતા તેમણે ઉમર્યું હતું કે છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતના સ્પોર્ટ્સ સેક્ટરનું પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાયું છે..
આ પ્રસંગે ઉપસ્થિત રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાત આજે સ્પોર્ટ્સ હબ બનવા તરફ આગળ ધપી રહ્યું છે..તેમણે 29 દેશોના ખેલાડીઓને આવકાર્યા હતા.
મુખ્યમંત્રી એ ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.આ ચેમ્પિયનશીપ ૧૧ ઓક્ટોબર સુધી યોજાશે.