ગુજરાત

અનંત સેવા: અનંત અંબાણીએ 57 લાખથી વધુ લોકોને મદદરૂપ થઈ પોતાના 31મા જન્મદિનની ઉજવણી કરી

અનંત સેવા: અનંત અંબાણીએ 57 લાખથી વધુ લોકોને મદદરૂપ થઈ પોતાના 31મા જન્મદિનની ઉજવણી કરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યોતથા પ્રવૃત્તિઓએ આશરે 57લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો નાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળસંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું. તેમના 31મા જન્મદિવસ પ્રસંગે, 31 અલગ-અલગ સખાવતી પહેલની જાહેરાત કરાઈ છે. આ અંતર્ગત દ્વારકા, સોમનાથ, અંબાજી અને સાળંગપુર સહિતના ગુજરાતના મુખ્ય ધર્મસ્થળોખાતે યાત્રાળુઓ માટે માળખાકીય વિકાસ ઉપરાંત જામનગર અને અન્ય સ્થળોએશૈક્ષણિક માળખાગત સુધારાના કાર્યો, ગૌશાળાની સ્થાપના, રિલાયન્સના કોન્ટ્રાક્ચ્યુઅલ કામદારો માટેમિઠાઇ, સામુદાયિક ભોજન સમારંભો, જામનગર રિફાઇનરીની આસપાસના ગામડાંની મહિલાઓ માટે સાડીના વિતરણ અને ગ્રામીણ વિસ્તારોમાં આવશ્યક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે.

 

શ્રી અનંત અંબાણી સનાતન ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને વારંવાર વિવિધ તીર્થસ્થાનોમાં દર્શન કરવા જાય છે. તેમના જન્મદિવસ નિમિત્તે, ગુજરાતના યાત્રાધામો માટે વિવિધ પહેલોની જાહેરાત કરાઈ છે. દ્વારકામાંભગવાન કૃષ્ણના ધામમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓની સુવિધા માટે બહુમાળી યાત્રીભવન બનાવવામાં આવશે. વધુમાં, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ ભક્તોની અવર-જવરની મુશ્કેલીઓ દૂર કરવા દ્વારકા શારદાપીઠમાં અત્યાધુનિક એસ્કેલેટર સ્થાપિત કરાશે. આ પહેલથી દર વર્ષે ભારત અને વિશ્વના વિવિધ ભાગોમાંથી આ પવિત્ર નગરીની મુલાકાત લેતા 75,000થી વધુયાત્રાળુઓને લાભ થશે.

 

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં નિર્માણાધીન યાત્રી ભવનમાં 17 રૂમ સાથેનો એક આખો અલગ માળ બનાવાશે. શ્રી અનંત અંબાણી અંબાજી મંદિરમાં એક વર્ષ સુધી ભોજન પ્રસાદી સેવા માટેનું વચન અગાઉ આપી ચૂક્યા છે. આ ઉમદા પહેલથી મા અંબાના આશીર્વાદ મેળવવા આવતા લગભગ 26 લાખ ભક્તોને ભોજન પૂરું પાડવામાં આવશે. તેવી જ રીતે, સોમનાથ મંદિર સ્થિતદેશના પ્રથમ જ્યોતિર્લિંગ સ્થળે એક વર્ષના સમયગાળા માટે સવાર અને સાંજની ભોજન પ્રસાદી સેવાનું પણ આયોજન કરાયું છે, જેનો વર્ષે 26 લાખ યાત્રાળુને લાભ મળશે. નાથદ્વારા ખાતે હાલ શ્રીનાથજીની અનંત સેવા હેઠળ દર વર્ષે આશરે 2.25 લાખ વૈષ્ણવ ભક્તોઅન્ન સેવાનો લાભ લઈ રહ્યા છે.

 

શ્રી અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ હેલ્થકેર માટેની વિવિધ પહેલોને સુદૃઢ બનાવવાનો પણ છે. જામનગરમાં ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર લેનારા લગભગ 2.26 લાખ દર્દીને એક વર્ષ માટે ડૉક્ટરની સૂચના મુજબનું ભોજન પૂરું પાડવામાં આવશે. જ્યારે પ્રોજેક્ટ દ્રષ્ટિ હેઠળ જામનગરમાં નિઃશુલ્કનેત્રરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. આજદિન સુધીમાં, આ પ્રોજેક્ટ અંતર્ગત 1.50 લાખથી વધુ લોકોને આંખની નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી ચૂકી છે. વધુમાં, આગામી 19 એપ્રિલના રોજ જોગવડ ખાતે એક મલ્ટી-સ્પેશિયાલ્ટી આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેનો આસપાસના ગામડાંના રહેવાસીઓને લાભ મળશે. આ સિવાય પડાણા સ્થિત એનિમલ હોસ્પિટલમાં એક પશુ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે.

 

શૈક્ષણિક સંસ્થાઓમાં માળખાગત સુવિધાઓ સુધારવા, જામનગર જિલ્લાના સિક્કા અને ડેરા છીકારી ગામોમાં સ્કૂલ માટે નવા મકાન બાંધવાનું આયોજન કરાયું છે. જામનગર રિફાઇનરી અને ગીરતારાની આસપાસના ગામોમાં સરકારી પ્રાથમિક સ્કૂલના આશરે 12,000 વિદ્યાર્થીને ટ્રેકસૂટનું વિતરણ કરાશે. શ્રી અનંત અંબાણીની સૂચના મુજબ, જામનગરમાં એક અત્યાધુનિક સામુદાયિક રસોડું બનાવીને અક્ષયપાત્ર ફાઉન્ડેશનને સોંપણી કરાઈ છે.હાલ આ સંસ્થા જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ દરરોજે લગભગ 22,000 વિદ્યાર્થીઓને (દર વર્ષે 55 લાખ ભોજન) સેવા પૂરી પાડે છે. વધુમાં, વડોદરાના ગોરજ મુનિ સેવાશ્રમમાં આદિવાસી વિદ્યાર્થી છાત્રાલયમાં માળખાગત સુવિધાઓ સુધારવા માટે અપાયેલા દાનથી અહીંના 700 વિદ્યાર્થીને લાભ થશે. અહીંના ગ્રામજનોને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનાં આયોજનમાં મદદરૂપ થવા, જામનગરમાં ગાગવા, નવાગામ અને પીપળી, જૂનાગઢમાં સમતપરા અને વડોદરાના ધનોરામાં કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન કરાયું છે.

 

રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમ અને ખેડામાં મહિપતસિંહ ફાઉન્ડેશનને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે, જેનો લાભ 4,000 વરિષ્ઠ નાગરિકોને મળશે. જ્યારે ગ્રામીણ વિકાસની વાત કરીએ તો, જામનગરના નવ ગામમાં સ્મશાનગૃહો બનાવવામાં આવશે, જેમાં મોટી ખાવડી, નાની ખાવડી, ગાગવા, નવાગામ, મેઘનું ગામ, મેઘપર, પડાણા, જોગવડ અને સેતાલુસ તેમજ જૂનાગઢના કારિયા અને મેંદપરાનો સમાવેશ થાય છે. સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તેમજ જામનગર જિલ્લાના સેતાલુસ ખાતે ગૌશાળાનુંનિર્માણ કરાશે.

 

શ્રી અનંત અંબાણીના 31મા જન્મદિવસની ઉજવણી માટે 10 દિવસ સુધી ચાલનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળાનું આયોજન કરાયું છે. આ અંતર્ગતજામનગરના જોગવડ, મોટી ખાવડી અને શાપર તેમજ જૂનાગઢ નજીકના પાસવાડા ખાતે લોક ડાયરાનાકાર્યક્રમનો સમાવેશ થાય છે. આ ઉજવણીના ભાગ રૂપે, 9 એપ્રિલ, 2026ના રોજ, આસપાસના ગામોના રહેવાસીઓ માટે જોગવડમાં એક ભવ્ય ભોજન સમારંભ યોજાયો હતો. જામનગરમાં રિફાઇનરીની આસપાસના 15 ગામના31,000 લોકોને મિઠાઈની ભેટ ઉપરાંત 31,000 મહિલાઓમાં સાડીનું વિતરણ કરાવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે,ગીરતારાની આસપાસના ગામોમાં 5,000 લોકોને મિઠાઈ વહેંચાશે. સર્વ સમાવેશી અભિગમ દાખવતા, જામનગર સંકુલમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ્સમાં કાર્યરત 95,000થી વધુ કોન્ટ્રાક્ચ્યુઅલ કામદારોમાં ફૂડ હેમ્પર્સનું વિતરણ કરીને તેઓને પણ આ ઉજવણીમાં સામેલ કરાયા હતા. આ રીતે આ ઉજવણીમાં આશરે 1.75 લાખ લોકો સક્રિય અને સીધી રીતે સામેલ થશે.

 

 

 

Related posts

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ "પહલા કદમ સ્કૂલ" ની મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

“શહેરો વિકાસનું એન્જિન છે : દેશના સ્થાયી વિકાસ માટે શહેરો ગતિશીલ, ઉત્પાદક અને કાર્યક્ષમ હોવા જરૂરી– ટાઉન પ્લાનર તજજ્ઞો

GUJARAT NEWS DESK TEAM

સરકાર ખેડૂત દીઠ ટેકાના ભાવે ૩૦૦ મણ ખરીદી કરે : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

રાજ્ય મંત્રી મંડળના નવા સભ્યશ્રીઓનો પરિચય

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત

GUJARAT NEWS DESK TEAM

અદાણી ડિફેન્સે સ્વદેશી ઉત્પાદીત પ્રથમ લાઇટ મશીનગન ભારતીય સેનાને સુપ્રત કરી

Leave a Comment