એર ઇન્ડિયા એરલાઇન્સની સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટ દરમિયાન વંદો જોવા મળ્યા બાદ વિમાનની
સઘન સફાઈ કરવામાં આવી હતી. એરલાઇન્સને આ મામલે માફી માંગવાનો વારો આવ્યો હતો અને તાત્કાલિક
પગલાં લેવા પડ્યા હતા. આ ફ્લાઇટ માં બે મુસાફરોએ નાના કોકરોચની ફરિયાદ કરી હતી, તેમને તે જ કેબિનની અન્ય સીટો પર ખસેડવામાં આવ્યા હતા.એર ઇન્ડિયાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” ફ્લાઇટ નંબર એઆઇ 180 માં બે મુસાફરો
વિમાનમાં કેટલાક નાના કોકરોચ જોયા પછી પરેશાન થયા હતા. તેથી, અમારા કેબિન ક્રૂએ બંને મુસાફરોને તે જ કેબિનની અન્ય સીટો પર બેસાડ્યા, જ્યાં તેઓ આરામથી બેઠા હતા.”
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,” કલકાતામાં રિફ્યુઅલિં દરમિયાન, ગ્રાઉન્ડ ક્રૂએ
સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક ઊંડાણપૂર્વક સફાઈ કરી હતી.” એરલાઇન્સનું
કહેવું છે કે,” નિયમિત ફ્યુંમીગેશન છતાં, ક્યારેક ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન જંતુઓ વિમાનમાં પ્રવેશ કરે
છે. એર ઇન્ડિયાએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.”